
મોરબી ખાટકીસમાજ દ્રારા મહોરમના માતમના તહેવાર નિમિતે વરસાદી માહોલમા ૧૨૦ મણ હલીમ ખીચડાના આમ ન્યાઝનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ
શકિતચોક ગરબી મંડળ દ્રારા હજારો મુસ્લીમ બીરાદરો માટે બ્રિસ્લેરી પીવાના પાણીની વ્યવસ્થા કરી હિંન્દુ મુસ્લીમ ભાઈ ભાઈનુ ઉદાહરણ પુરુ પાડી એકતાનો સંદેશ પાઠવ્યો હતો
મોરબીમા મહોરમના માતમના તહેવાર નિમિતે દરવર્ષે તાજીયાનુ ઝુલુસ નીકળે તે દિવસે ખાટકીસમાજ દ્રારા હઝરત આકા ઈમામ હશન હુશેનની શાનમા હલીમ ખીચડાના આમ ન્યાજ વિતરણનુ ભવ્ય આયોજન કરવામા આવે છે ત્યારે આ વર્ષે પણ વરસાદી માહોલમા ખાટકીસમાજ દ્રારા ૧૨૦ મણ હલીમ ખીચડાનુ ન્યાઝ બનાવી આમ ન્યાઝનુ વિતરણ કરવામા આવ્યુ હતુ
ત્યારે મોરબી શકિતચોક ગરબી મંડળના સંચાલક ક્રિપાલસિંહ અને તેની ટીમ દ્રારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ન્યાઝ વિતરણ ભવ્ય કાર્યક્મમા ન્યાઝનો લાભ લેતા હજારો મુસ્લીમ બીરાદરો માટે બ્રિસ્લેરી પીવાના પાણીની વ્યવસ્થા કરી હિંન્દુ મુસ્લીમ ભાઈ ભાઈનુ ઉદાહરણ પુરુ પાડી એકતાનો સંદેશ પાઠવ્યો હતો