
માળીયા મિંયાણાના વવાણીયા ગામ એટલે હિંન્દુ મુસ્લીમ એકતાની એક મીશાલ મહોરમના માતમના તહેવારમા હિંન્દુ મુસ્લીમો મન્નતો ઉતારી ભાઈચારોનો સંદેશ
વવાણીયા ગામે ચાલુ વરસાદે ન્યાઝ અને ઝુલુસ કાઢી આકા ઈમામ હુશેનના આશીકોએ સાચા દિલથી માતમનો તહેવાર મનાવ્યો હતો
માળીયા મિંયાણા તાલુકાનુ વવાણીયા ગામ એટલે હિંન્દુ મુસ્લીમ એકતાની મીશાલ છે તમામ હિંન્દુ મુસ્લીમના તહેવારો અમન એકતા શાંતીથી ઉજવી ભાઈચારાનો સંદેશ પાઠવે છે આમ પણ વવાણીયા ગામની ભુમી પવિત્ર ભુમી છે કેમકે વવાણીયા ગામે શ્રી રામબાઈમા ભંડારીદાદા શ્રી રાજમદચંદ્ર તેમજ મોટાપીર સેવન સરકાર સહિતની હસ્તીઓ બિરાજમાન છે આવી પવિત્ર ધરતી પર એકતા સંપ હોય જ એ માનવુ પડે
ત્યારે તાજેતરમા મહોરમના માતમના તહેવારમા સુન્ની મુસ્લીમ જમાત અને શબ્બીલ કમીટીઓ દ્રારા વવાણીયા ગામની શેરી ગલ્લીઓમા તેમજ તાજીયા દુલદુલને અદભુત લાઈટ ડેકોરેશનથી શણગારી વવાણીયા ગામ રોશનીથી ઝળહળી ઉઠયુ હતુ આ તહેવારમા તાજીયા પડમા આવતા રાત્રીના ચાલુ વરસાદે મુસ્લીમ બીરાદરોએ ઝુલુસ કાઢી આકા ઈમામ હશન હુશેનની યાદમા સાચા દિલથી ગમ માતમના તહેવારની ઉજવણી કરી હતી
આ માતમના તહેવારમા હિંન્દુ મુસ્લીમ એકતા અને શ્રધ્ધા સાથે હિંન્દુભાઈઓ બહેનો દર વર્ષે માનતાઓ રાખે છે અને મન્નત સફળ થતા મહોરમના તહેવારમા માનતાઓ ઉતારે છે દરબાર બોરીચા ભરવાડ કોળી સહિતની જ્ઞાતિના અગ્રણીઓ હાજરી આપી શ્રધ્ધા સાથે તાજીયાના દર્શન કરી માનતાઓ ઉતારે છે આ મહોરમના તહેવારમા જયદીપ સોલ્ટ કંપનીના દિલુભા જાડેજા તરફથી જનરેટર વાહન સહિતની સેવાઓ દરવર્ષે પુરી પાડી પુરતો સાથ સહકાર આપે છે જેથી તમામ હિંન્દુ ભાઈઓ અને જયદિપ સોલ્ટ કંપનીનો વવાણીયા સુની મુસ્લીમ સમાજે આભાર વ્યકત કર્યો હતો તેવુ સભાજના આમદ પટેલે જણાવ્યુ હતુ