
મોરબી વીસીપરા કુલીનગરમા શહિદા વાયેઝ કમીટી દ્રારા તાજીયા કમીટી અને વાયેઝ કમીટીના સભ્યો અને પત્રકારને પ્રોત્સાહિત કરવા સન્માન સમારોહ યોજાયો હતો
મોરબીના વીસીપરા કુલીનગરમા દશ દિવસ સુધી રાત દિવસ ખડેપગે રહી સેવાકીય પ્રવૃતી કરનાર પત્રકાર અને કમીટીના યુવાનોને ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામા આવ્યા હતા
મોરબીના વીસીપરા કુલીનગર વિસ્તારમા દશ મહોરમ સુધી જંગે કરબલાની શાનમા વાયેઝ શરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બીલાલી મસ્જીદના પેશ ઈમામ હઝરતે મુફતી વસીકુરહેમાનના વાયેઝ બાદ દરરોજ સાહિદા વાયેઝ કમીટી દ્રારા ન્યાઝનો પ્રોગ્રામ રાખવામા આવી રહયો હતો આ મહોરમના તહેવારમા દશ દિવસ સુધી તમામ વ્યવસ્થા કરવા રાત દિવસ ખડેપગે રહી કમીટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ યા અલી ગૃપના યુવાનો દ્રારા આઠ નંબરનો કલાત્મક તાજીયો બનાવી દોઢ મહીના સુધી રાત દિવસ એક કરીને યુવાનોએ ભારે મહેનત કરી હોવાથી તમામ સભ્યોને પ્રોત્સાહિત કરવા માટે શહિદા વાયેઝ કમીટીના ચીનાબાપુ હુશેનભાઈ કટીયા અનવરભાઈ પીલુડીયા હાજી મહંમદભાઈ મોટલાણી અને માશુમ કમીટીના પ્રમુખ ઈકબાલભાઈ કટીયા તેમજ હુશેનભાઈ ભટી સહિતના અગ્રણીઓએ દશ દિવસ સુધી મહેનત કરી વ્યવસ્થામા સહકાર આપવા બદલ તમામ સભ્યો યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ફુલહાર કરી સાલ ઓઢાડીને જાહેરમા સન્માન કરવામા આવ્યુ હતુ તેમજ પત્રકાર રજાક બુખારી અને બીલાલી મસ્જીદના પેશ ઈમામ હઝરતે મુફતી વસીકુરહેમાન અને નાયબ પેશઈમામ મોવર મોલાના હાજીગુલમામદભાઈનુ વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ