
મોરબી લાતીપ્લોટમા કીચડ ગંદકીનુ સામ્રાજયથી વેપારીઓ લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠતા ભારે રોષ છવાયો છતા પાલીકાતંત્ર ભરનિંદ્રામા
લાતીપ્લોટમા શેરીઓ ગલ્લીઓમા કાદવ કીચડ ભરેલા ગંદાપાણીના નીકાલ માટે તેમજ રોડ બનાવવા અનેક વખત રજુઆત છતા પાલીકા તંત્ર ભરનિંદ્રામા હોવાથી રોષ ભભુકયો હતો
મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તાર ધડીયાળના ઉત્પાદનમા પ્રખ્યાત હોવા છતા ઔધોગીક નગરી મોરબીના લાતીપ્લોટ વિસ્તારની શેરીઓ ગલ્લીઓમા કીચડ કાદવના દુર્ગધ મારતા ગંદાપાણીના નિકાલ અને રોડ બનાવવા માટે વેપારીઓ અને લતાવાસીઓ દ્રારા અનેક વખત લૈખીત મૌખીક રજુઆતો કરવામા આવી હોવા છતા નગરપાલીકા તંત્ર તથા રાજકીયપક્ષના સતાધીશોના પેટનુ પાણી પણ હલતુ નથી જેથી લાતીપ્લોટ વિસ્તારમા રહેતા લતાવાસીઓ અને વેપારીઓને કીચડ ગંદકીમાથી અવર જવર કરવી પડે છે તેમજ મીની કારખાનાઓના વેપારીઓ દુર્ગધ મારતા કાદવ કીચડમા પોતાનો વેપાર ધંધો કરવા મજબુર બન્યા છે અને આ વરસાદી ગંદાપાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધી રહયો હોવાથી રોગચાળો ફાટી નીકળવાની વેપારીઓ અને લતાવાસીઓમા દહેશત ફેલાઈ હોવાથી તાત્કાલીક ધોરણે આ ગંભીર પ્રશ્રનો ઉકેલ લાવવા માટે વેપારીઓ અને લતાવાસીઓએ ઉગ્ર રોષ સાથે રજુઆત કરી હતી