
માળીયા મિંયાણાની નેશનલ હાઈવે પર ભીમાસર ચોકડીના પુલ નીચેથી તમંચા સાથે એક આરોપીને સ્પેશીયલ ઓપરેશન ટીમે ઝડપી લીધો જુઓ વીડીયો
માળીયા મીયાણા નેશનલ હાઈવે પર ભીમાસર ચોકડીના પુલ નીચે હોટલ પાસે ઉભેલા શખ્સ પાસે હથિયાર હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ઉભેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને ૫૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસઓજીની ટીમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન માળિયા તાલુકાની ભીમાસર ચોકડીના પુલ નીચે ભેરુનાથ હોટલ પાસે રહેલા શખ્સ પાસે હથિયાર હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં સ્થળ ઉપર જઈને ચેક કરતા શેરમામદ ગુલમામદ જામ જાતે મિયાણા (૨૫) રહે. હરીપર તાલુકો માળીયા મીયાણા વાળા પાસેથી દેશી બનાવટનું એક હથિયાર મળી આવતા પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનો દેશી બનાવટનો તમંચો કબજે કર્યો હતો અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે