
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે શુક્રવારથી રૈયા રોડ રામેશ્વર મહાદેવ મંદિરમાં આખો મહિનો ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પરોઢ થી રાત સુધી શ્રદ્ધાળુઓ શિવમય બનશે.
રજાક બુખારી મોરબી ૯૮૨૫૩૮૯૫૪૬ (અહેવાલ)
રૂદ્રાભિષેક, પૂજન-અર્ચન, સત્સંગ, દિપમાલા સહિત કાર્યક્રમો. શ્રદ્ઘાળુઓને સમજાવી શિવનુ દૂધ ગરીબોને વિતરણ કરવામાં આવશેહિંડોળા, જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરાશે મંદિરની સમિતિ અને મહિલા સત્સંગ મંડળનું સંયુકત આર્યોજન મંદિરમાં કોઈપણ જાતના ફંડ-ફાળા કરવામાં આવતા નથી.
રાજકોટમા રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ અને મંદિરના સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૭ મી ઓગસ્ટ ગુરૂવારથી આખો શ્રાવણ માસ રામેશ્વર મહાદેવ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. પરોઢથી રાત સુધી મંદિરમાં શિવપૂજા-અર્ચન, રૂદ્રાભિષેક, મહાઆરતી, દિપમાલા અને સત્સંગ મંડળે ભજન-ધૂનનું આયોજન કર્યું છે. શ્રદ્ધાળુઓને સમજાવી શિવને પ્રતિક દૂધ ચડાવી વધેલું દૂધ એકઠું કરી બપોરે દૂધ જરૂરીયાતમંદ વસાહતમાં આપવામાં આવશે. દૂધનો બગાડ કરવામાં આવશે નહિ. મંદિરમાં કોઈપણ જાતના ફંડફાળા કરવામાં આવતા નથી. દૂધના સળંગ અભિષેક માટે પાબંદી કરવામાં આવી છે. દરરોજ બપોરે એક સુધી જ અભિષેક, જલાભિષેક, રૂદ્રી, પૂજા-પાઠ વગેરે સમય નક્કી કરવામાં આવ્યો છે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ અને વિજયભાઈ જોબનપુત્રાની નિગરાનીમાં શ્રાવણ માસ આખો ધાર્મિક કાર્યક્રમો માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે શોભનાબેન ભાણવડયા, હર્ષાબેન પંડયા, ભારતીબેન રાવલ, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, ઉપરાંત કમિટીના વિજયભાઈ જોબનપુત્રા, સંજયભાઈ ધકાણ, વિનોદરાય ઉપાઘ્યાય, ગોવિંદભાઈ ગોહેલ, વિવેકભાઈ રાવલ, પાર્થ ગોહેલ, ભુપતભાઈ મહેતા, એલ. ડી. દવે, પૂજારી પ્રવિણભાઈ જોષી વિગેરે મંદિરમાં સુશોભન, શણગાર, રોશની, હિંડોળા, સોમવાર શિવને વિશેષ પૂજા–મહાઆરતી, દિપમાલા, કમળપૂજા સહિત ભાવપૂર્ણ આયોજન માટે જવાબદારી સોંપવામાં આવી છે. દરરોજ રાત્રીના ઈલેકટ્રીક રોશનીથી મહાદેવધામ શોભાયમાન થશે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ અને વિજયભાઈ જોબનપુત્રાએ વિગત આપતા જણાવ્યું કે તા. ૧૫/૮ મંગળવાર સ્વાતંત્ર પર્વ અને ધ્વજવંદન સમારોહ મંદિરના પટાંગણમાં સવારે ૯ કલાકે ઉપરાંત સાંસ્કૃતિ કાર્યક્રમ, તા. ૨૭/૮ રવિવાર પુત્રદા એકાદશી, તા. ૩૦/૮ બુધવાર સવારે ૧૦ કલાકે સામુહિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે, તા. ૨/૯ શનિવાર ફુલકાજળી વ્રતનુ પુજન મંદિરના પુજારી દ્વારા કરાવવામાં આવશે, તા. ૩/૯ રવિવાર બોળચોથ, તા. ૪/૯ સોમવાર નાગપંચમી, તા.૫/૯ મંગળવાર રાંધણ છઠ, તા. ૬૯ બુધવાર શીતળા સાતમ, તા. ૭/૯ ગુરૂવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી, આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત રાત્રીના ૧૨-૦૦ કલાકે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે, તા. ૧૦/૯ રવિવાર અજા એકાદશી અને તા. ૧૫/૯ શુક્રવારે અમાસ સાથે શ્રાવણ માસના પર્વની પુર્ણાહુતિ નિમિત્તે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર કમિટીના સુનીતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડીયા અને અલ્કાબેન પંડયાએ પટ્ટાંગણમાં નિયમિત સફાઈ, સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રચાર કરી શેરીએ શેરીએ અમલ થાય તે માટે કામગીરી ઉપાડી છે. સત્સંગ મંડળે દરરોજ સાંજે સાડા પાંચથી આરતી સુધી ભજન-ધૂન-કિર્તન રાખવામાં આવ્યા છે રાજકોટ રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, અનિલ જ્ઞાનમંદિર સ્કૂલની પાછળ મહાદેવધામમાં શ્રાવણ માસમાં પૂજા-પાઠ, અભિષેક, ધાર્મિક કાર્યક્રમોમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, જીવનજ્યોત, રાવલનગર, અમૃતા સોસાયટી, શિવપરા, આસપાસના રહીશો દરરોજ દર્શનાર્થે મંદિરે અચૂક હાજરી આપે છે. આરતી જોવા લોકો સ્વયંભ આવે છે. લોકોમાં ધાર્મિક ઉત્સાહ વધાર્યો છે જીવનનગર વિકાસ સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિ, બેટી બચાવો અભિયાન સહિત સરકારના વિકાસશીલ કાર્યક્રમમાં કારોબારી સભ્યો અને રહીશો જોડાવાના છે. દર સોમવારે પ્રભાતફેરી અને વિશેષ સત્સંગ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસની તૈયારીમાં ઉપપ્રમુખ તેજસ ચોકસી, મુકેશભાઈ પોપટ, વિનોદરાય ભટ્ટ, સંજયભાઈ ધકાણ, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, ભરતભાઈ, મહેતા, જેન્તીભાઈ જાની, એલ. ડી. દવે, ગોવિંદભાઈ ગોહેલ, રાજુભાઈ દોમડીયા, હસુભાઈ મોડેસરા, વિજયભાઈ જોબનપુત્રા, રાજેશ વઢવાણા, શૈલેષભાઈ પુજારા, પંકજ મહેતા, અંકલેશ ગોહિલ, હસમુખભાઈ ગોહેલ, વિવેકભાઈ રાવલ તથા મહિલા મંડળના હર્ષાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, ભારતીબેન રાવલ, સગુણાબેન વિઠ્ઠલાણી, ભારતીબેન ગંગદેવ, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, વાસંતીબેન ત્રિવેદી, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, હંસાબેન ચુડાસમા, હર્ષિદાબેન શુકલ, નયનાબેન ઉપાધ્યાય, ક્રિષ્નાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, ઉર્મિલાબેન ગોહેલ, કાશ્મીરાબેન દવે, શોભનાબેન નકુમ, પુનમબેન, ભારતીબેન, આરતીબેન, અલ્કાબેન, કંચનબેન, રેખાબેન, જયશ્રીબેન, દિપ્તીબેન, બીનાબેન, પારૂલબેન, ક્રિષ્નાબા, યોગીતાબેન, નેહાબેન, અનેક મહિલા મંડળ સદસ્યો કામગીરી કરી રહ્યા છે. મંદિરે અભિષેક માટે સવારે ૫ થી બપોરના ૧૨ સુધીનો પૂજા માટે સમય નક્કી કર્યો છે તેમ સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.