
મોરબીમાં પોક્સો કેસના આરોપી કરણ દિનેશભાઈ સોમાણીને સ્પેશીયલ પોકસો કોર્ટે શરતી જામીન મંજુર કર્યા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીની દીકરીને આરોપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો જેથી આરોપીએ સીનીયર વકિલશ્રી દિલીપભાઈ અગેચણીયા મારફત જામીન અરજી કરી હતી
આ કેશની જામીન અરજી બાબતે બંને પક્ષે કાયદાકીય દલીલો કરી હતી અને આરોપી તરફેના વકીલે આવો કોઈ ગુનો કરેલ નથી આરોપી ક્યાય નાસી ભાગી જાય તેમ નથી તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બંને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ સહિતની દલીલો કરી હતી બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે
આરોપી તરફે જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, એસ.ડી. મોઘરીયા, જીતેન અગેચણીયા, જે ડી સોલંકી, મોનિકા ગોલતર, હિતેશ પરમાર, રવિ ચાવડા અને કુલદીપ ઝીન્ઝુંવાડિયા રોકાયેલ હતા