
Morbi Master-મોરબી જીલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઈવમા બે કલાકમા બાવન વાહનો ડિટેઈન કરી ત્રણસો પચ્ચીચ વાહન ચાલકોને દંડ ફરકાર્યો ગેરકાયદેસર વાહન ચાલકો ચેતી જજો નહિતર ખેર નથી હવે
ગુજરાતમાં તથ્ય પટેલના એક્સિડન્ટ કાંડ અને છાશવારે બનતા અકસ્માતના બનાવને ધ્યાને રાખી પોલીસ તંત્ર સાબદુ બન્યું છે અને નિયમિતપણે ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. જેને અનુલક્ષીને મોરબી જિલ્લામાં પણ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે સ્પેશિયલ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે કલાકમાં બે નશામા ધુત વાહન ચાલક ૫૨ તેમજ નંબર પ્લેટ વગરના વાહનચાલકો સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કુલ ૩૨૫ વાહનચાલકો ઝડપાયા હતા અને કુલ રૂ.૧,૬૦,૩૦૦ દંડ ફટકારવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા નંબર પ્લેટ વગરના ફરતા વાહન ચાલકો સામે એમ.વી.એક્ટની કલમ ૨૦૭ મુજબ ગુનો નોંધીને કુલ-પર વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા.રોગ સાઇડ અને વધુ ગતિથી ચલાવતા વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૭૯ મુજબ કુલ-૧૬ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતાં.
જ્યારે નશો કરી વાહન ચલાવતા બે ચાલકો ઝડપાતા તેમના વિરુદ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી અને અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૮૩ મુજબ કુલ-૧૪ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. આમ ટ્રાફિક નિયોમોનો ભંગ કરનાર કુલ ૩૨૫ વાહન ચાલકો દંડાયા હતા. અને આ બે કલાકની ચેકિંગ ડ્રાઈવ માં કુલ રૂપિયા ૧,૬૦,૩૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.