દેશભરમાં રક્ષાબંધન પર્વ આનંદ-ઉલ્લાસ, સ્નેહના તાંતણે ઉજવણી કરતા દેશવાસીઓ ભાદોષને ફગાવી રક્ષાબંધન પર્વ ઉજવણીકરતાદેશવાસીઓજ્યોતિષીઓના નકારાત્મક ફળકથનો હોળી કરતું વિજ્ઞાન જાથા

દેશભરમાં રક્ષાબંધન પર્વ આનંદ-ઉલ્લાસ, સ્નેહના તાંતણે ઉજવણી કરતા દેશવાસીઓ ભાદોષને ફગાવી રક્ષાબંધન પર્વ ઉજવણીકરતાદેશવાસીઓજ્યોતિષીઓના નકારાત્મક ફળકથનો હોળી કરતું વિજ્ઞાન જાથા

રાજયમાં ભદ્રાવિષ્ટિને બાળીને ભસ્મ કરી બહેનોએ ભાઈને રાખડી બાંધી. રાજયમાં ઠેર ઠેર રાખડી બાંધી પર્વની ઉજવણી કરતાં નાગરિકો. રાજયમાં જિલ્લા મથકોએ ફળકથનો વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી હોળી કરવામાં આવી. શંકા-કુશંકાને અવગણી લોકોએ પર્વ મનાવ્યો. મુર્હુત, ચોઘડીયા, જયોતિષને અનુસરવું બરબાદીને આમંત્રણ…. જયંત પંડયા.

દેશભરમાં રક્ષાબંધન પર્વ લોકોએ ભદ્રાવિષ્ટિ, ભદ્રાદોષને ફગાવી આનંદ, ઉલ્લાસ, પ્રેમ-સ્નેહના તાંતણે ઉજવણી કરી ત્યૌહાર-પર્વમાં અવરોધક જયોતિષીઓ, લેભાગુઓને આલબેલ આપી ચેતવણી જોવા મળી હતી. પર્વ નિમિત્તે સવારથી બહેનોએ ભાઈને રાખડી બાંધી, ફળકથનોનો ઉલાળીયો કર્યો હતો. રાજયમાં જિલ્લા મથકોએ સામુહિક રક્ષાબંધન પર્વમાં નકારાત્મક આગાહીઓની હોળી કરી ભદ્રાવિષ્ટિને બાળીને ભસ્મ કરી નવાંગતુક વિચારોને પ્રાધાન્ય આપ્યું હતું. શંકા-કુશંકાને અવગણી લોકોએ પર્વની ઉજવણી કરી હતી. ભારત જન વિજ્ઞાન જાથાની અપીલનો જબરો પ્રતિસાદ જોવા મળ્યો હતો રાજકોટ ખાતે રૈયા રોડ, જીવનનગર વિસ્તારમાં સામુહિક રક્ષાબંધન પર્વમાં બહેનોએ ભાઈને રાખડી બાંધી હતી, મોં મીઠા કરી, જયોતિષીઓના ફળકથનોની હોળી કરી લેભાગુઓ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યૌહાર-ઉત્સવ પ્રસંગે જયોતિષીઓની સલાહની જરૂર નથી તેવો મત પ્રગટ કર્યો હતો. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ગાર્ડી કોલેજના છાત્ર-છાત્રાઓની હાજરીમાં પર્વની ઉજવણી કરી શાપર્વની મહિતી આપવામાં આવી હતી. રાજયના જિલ્લા મથકોએ રાખડી બાંધી, ભદ્રાવિષ્ટિ, ભદ્રાદોષને બાળીને ભસ્મ કરવામાં આવી હતી. ૨૧ મી સદીમાં મુર્હત, ચોઘડીયાને તિલાંજલિની વાત મુકવામાં આવી હતી. નવાંગતુક વિચારોથી સમાજ, રાષ્ટ્રની ઉન્નતિ થાય છે તે સંબંધી વાત કરવામાં આવી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુ કે સદીઓથી જયોતિષીઓ, લેભાગઓ ત્યૌહાર, ઉત્સવ પ્રસંગે અસમંજસ ઉભી કરી વાતાવરણ ડહોળવામાં આવે છે તેની ચિંતા વ્યકત કરી હતી. રક્ષાબંધન પર્વ આનંદ-ઉલ્લાસ, ભાઈ-બહેનનો વિશિષ્ટ ત્યૌહાર છે. તેમાં મહંત, ચોઘડીયા જોવાની જરૂર નથી. માનવીએ ચંદ્ર-મંગળ ઉપર વસવાટની તૈયારી કરી લીધી છે ત્યારે જના રદ્દી વિચારોને તિલાંજલિ આપવી જોઈએ. રિવાજ, કપ્રથા, ગેરમાન્યતા, વર્ષો જુની પરંપરાથી આખરે દેશને નુકશાની મળી છે તેથી જાગવાની જરૂર છે. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી અનુસરવું જોઈએ. જયોતિષને વિજ્ઞાનનો કોઈ આધાર નથી. આભાસી, કપોળકલ્પિત શાસ્ત્ર છે. તેનો પાયો જ અસત્ય ઉપર ઉભેલો છે, તેના ફળકથનો બકવાસ સાબિત થાય છે. રાજયમાં જાથાના વિચારો લોકોને ગમે છે તેને અમલમાં મુકી લોકો સવારથી રાખડી બાંધી પર્વ ઉજવે છે તે સારી બાબત છે. નકારાત્મક આગાહી કરનાર જયોતિષીઓ માટે આલબેલ છે. જાથાની અપીલનો જબરો પ્રતિસાદ જોવા મળ્યો હતો


રાજયમાં જિલ્લા-તાલુકા મથકે વિજ્ઞાન જાથાના શુભેચ્છકો અને કાર્યકરોએ પર્વની ઉજવણી કરી તેમાં જિલ્લાના રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, કચ્છ ભુજ, અરવલ્લી મોડાસા, આણંદ, ખેડા નડીયાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, તાપી વ્યારા, દાહોદ, નર્મદા રાજપીપળા, નવસારી, પાટણ, પંચમહાલ ગોધરા, બનાસકાંઠા પાલનપુર, ભરૂચ, મહિસાગર લુણાવાડા, મહેસાણા, વડોદરા, વલસાડ, સાબરકાંઠા હિંમતનગર, સુરત જિલ્લાઓમાં કાર્યક્રમને સફળતા મળી હતી.જામનગર જિલ્લામાં ધ્રોલ ગાડી કોલેજમાં જાથાના જયંત પંડયાએ છાત્ર-છાત્રાઓને ઉત્સવ, ત્યૌહારનું સામાજિક મહત્વ સમજાવ્યું હતું. ભદ્રાવિષ્ટિની હોળી કરવામાં આવી હતી. જ્યોતિષીઓ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલ ડૉ. વિજય સોજીત્રાની રાહબર હેઠળ ડૉ. એમ. એન. હિરપરા, ડૉ. એન. બી. વસોયા, ડૉ. જી. એમ. ગાવીત, પ્રોફે. આર. એન. કથીરીયા, પ્રોફે. બી. આર. પીઠીયા, ડૉ. દિપ્તીબેન પરમાર, રાજકોટમાં મુકેશભાઈ પોપટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રાજુભાઈ યાદવ, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્મળ મૈત્રા, રામભાઈ આહિર, ગુલાબસિંહ ચૌહાણ, અશ્વિન કુંગશીયા, વિક્રમભાઈ આહિર, વિજયભાઈ જોબનપુત્રા, હરેશ ભટ્ટ, ગોવિંદભાઈ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, શૈલેષભાઈ પુજારા, હસુભાઈ મોડેસરા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડયા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, જયોતિબેન પુજારા, અલ્કાબેન પંડયા, હર્ષાબેન પંડયા, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, ભારતીબેન રાવલ વિગેરેએ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો અંતમાં, રાજય-દેશભરમાં રક્ષાબંધન પર્વની લોકોએ શ્રધ્ધા, લાગણી, સ્નેહથી ઉજવણી કરી જ્યોતિષીઓના ફળકથનોને અવગણીને લોકોએ ઉત્સવ મનાવ્યો હતો. લોકોમાં વૈજ્ઞાનિક મિજાજના દર્શન થયા હતા. ભદ્રા દોષ, ભદ્રા કાલ વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે તેની સમજ આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here