મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના વિધાર્થી સન્માન ને પારિવારિક સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના વિધાર્થી સન્માન ને પારિવારિક સ્નેહમિલન સમારોહ યોજાયો

અરબાઝ બુખારી- અલ્પેશ ગૌસ્વામી. (અહેવાલ)

કે.જી થી કોલેજ સુધી ના 150 વિધાર્થીઓ ને સન્માન અને શિક્ષણકીટ અપાઈ

મોરબી માં સિદ્ધિ વિનાયક વાડી ખાતે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ ને પારિવારિક સ્નેહમિલન યોજાયું હતું જેમાં કે.જી થી કોલેજ ને એમ બી એ સહિત ની ઉચ્ચ ડીગ્રી ધરાવતા કુલ 150 વિધાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા જેમાં દરેક વિધાર્થીઓ ને યોગ્યતા મુજબ શિલ્ડ શિક્ષણકીટ ને શિક્ષણ ઉપયોગી ભેટ ઉપસ્થિત સંતો મહંતો સમાજ ના આગેવાનો ને અગ્રણીઓ પત્રકારો ના હસ્તે અપાય હતી મોરબી માં આવળું મોટું સરસ વિધાર્થી સન્માન સમારોહ ને પારિવારિક સ્નેહમિલન નું આયોજન કરવા બદલ સમગ્ર યુવક મંડળ ટિમ નું
ઉપસ્થિત સંતો મહંતો ને મહાનુભાવો એ સન્માન કર્યું હતું આ સમારોહ માં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સુરેન્દ્રનગર સહિત શહેરો ના ગોસ્વામી સમાજ ના આગેવાનો અગ્રણીઓ તેમજ અમરેલી દશનામ દર્શીત મેગેજીન ના પત્રકાર અતુલપરી તેમજ મોરબી ફૂલછાબ ન્યુઝ પેપર ના પત્રકાર સુરેશભાઇ ગોસ્વામી, પત્રકાર અલ્પેશભાઈ ગોસ્વામી,સંદીપભાઈ વ્યાસ, અશોકભાઈ ખરચરીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા ડો મનીશપુરી ગોસ્વામી રાજકોટ નિવૃત પી એસ આઈ સોમગીરી બાપુ એ જણાવ્યું હતું વિધાર્થીઓ ને શિક્ષણ સાથે સંસ્કારો નું સિંચન કરો તેને સારા પુસ્તકો ને શિવધર્મ નું જ્ઞાન આપો જેથી ધર્મ પરિવર્તન જેવા કિસ્સા ન બને સમાજ માં બાળકો ને મોબાઈલ ની વધુ પડતી ટેવ ન પાડો સંતાનો ના ભણવા પર ભાર મુક્તા વધુ માં જણાવ્યું હતું કે સંતાનો ના ભણતર માં માત્ર માતા નહિ માતા પિતા બંને ની પુરી જવાબદારી છે તમારા બાળકો ને વધુ ને વધુ ભણાવો જેથી તેનું પરિવાર નું સમાજ નું ભવિષ્ય ઉજ્જવળ બને આપણા બાળકો જેટલા ઉચ્ચ પદવી પર જશે એટલું સમાજ નું ગૌરવ વધશે સમારોહ માં હવે પછી રક્તદાન કેમ્પ નું આયોજન કરવા અપીલ કરી હતી


આ સમારોહ માં ડો જયદીપભાઈ ગોસ્વામી,સીએ સુકેતુગિરી ગોસ્વામી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહ ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપ પ્રમુખ બળદેવગીરી, ટ્રસ્ટી અમીતગીરી ગુણવંતગીરી,નિતેશગીરી,એડવોકેટ હાર્દિકગીરી સહિત ટીમ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here