
રાજકોટમા ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી મૂળ રકમ ત્રણ લાખ ૬૦ દિવસ મા ચૂકવવા હુકમ કરતી નામદાર કોર્ટ
રાજકોટના વાવડી ખાતે રહેતા એક યુવકે, મિત્રતાના ભાવે, તેના મિત્રને હાથ ઉછીના ₹૩ લાખ આપેલ હતા,
જે પૈકીઆરોપી એ રકમ ચૂકવવા માટે ત્રણ લાખનો ચેક આપેલ હતો, જે ચેક વગર વસૂલાતે, પરત ફરતા જે અંગે કાયદાકીય જોગવાઈ મુજબ, આરોપી મહેશભાઈ ગણપતભાઈ ગેવારીયા ને લીગલ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં, રકમ ના ચૂકવતા ફરિયાદીએ પોતાના વકીલ શ્રી મારફત નેગોશીયેએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ આરોપી મહેશભાઈ ગેવારીયા વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વિદ્વાન વકીલ શ્રી એ તમામ સંયોગીક પુરાવા રજૂ રાખી વિશેષમાં હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા ઓ રજૂ રાખી ને, ધારદાર દલીલો કરી હતી, જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી, આરોપી ને એક વર્ષ ની સજા ફટકારી, મુળ રકમ ચૂકવવા હુકમ કર્યો હતો…
આ ગુના ના કામે, ફરિયાદી તરફે, વિઠલાપરા સોલિસિટર્સ ના વકીલ શ્રી સી.એસ.વિઠલાપરા ,એસ. આર. સરવૈયા,પી.બી જેઠવા,એલ.વી.ભજગોતર, એસ.ડી. ચાવડા,બી.એમ. જેઠવા,વિ.કે.વણઝારા,કે.વી. ગોહિલ,કે.જી. ભીમાણી, પ્રેમ મકવાણા, એન.કે ચુડાસમા,હિરેનભાઈ વિઠ્ઠલાપરા, અશ્વિનભાઇ રાઠોડ,આર.કે. દેત્રોજા. એમ.એમ. રાઠોડ. રોકાયેલ હતા…