
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામની પ્રાથમિક શાળામાં ચુંટણી મતદાન બંધારણીય અધિકારો રાષ્ટ્રિય ફરજો અંગે વિધાર્થીઓને જાગૃત કરવા બાળસંસદની ચૂંટણી યોજાઈ
માળીયા મીયાણ તાલુકા ના જાજાસર ગામની પ્રાથમિક શાળા માં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી, માળિયા મિયાણા ના જાજાસર ગામની સરકારી પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓ બાળ વયથી ચૂંટણી,મતદાન, નેતૃત્વ, બંધારણીય અધિકારો , અને રાષ્ટ્રીય ફરજો વિશે જાગૃત થાય તેવા ઉમદા હેતુથી બાળસંસદની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ચૂંટણી અંગે શાળા દ્વારા પ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે મુજબ ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભરવા, ઉમેદવારી પરત ખેંચવી, ચૂંટણી પ્રચાર કરવો, આચાર સંહિતાનો અમલ કરવો, મોકપોલ વગેરે તમામ પ્રકિયામાંથી બાળકો પસાર થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન માટે ઇવીએમ મશીન એપ નો ઉપયોગ કરી ને ચૂંટણીને આધુનિક ઓપ પણ અપાયો હતો. શાળાના ૧૨૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ચૂંટણી પ્રકિયાના સરળ સંચાલન માટે ચૂંટણી સ્ટાફ તરીકે પણ વિદ્યાર્થીઓએ જ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર ની ભૂમિકા ભજવી હતી. અને ત્યાર બાદ શાળા ના આચાર્ય શ્રી હરદેવભાઈ કાનગડ દ્વારા મત ગણતરી કરતા બાળા ખુશીબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીની સમગ્ર કામગીરીના આયોજનમાં શાળાના શિક્ષક દિનેશભાઈ કાનગડ,રાજેશભાઈ રાઠોડ અને જૈમીનીબેન સોલંકીએ જહેમત ઉઠાવી હતી.