
વર્લ્ડકપ ભારત જીતશે આગાહી કરનારા ખોટા સાબીત આગાહી કરનારાજયોતિષીસમાજ-રાષ્ટ્રદ્રોહી વર્લ્ડ કપ જીતવા માટેના હોમ-હવન, પુજા-દુઆ, ક્રિયાકાડોનો કરૂણ રકાસ..વિજ્ઞાન જાથા
ખોટા પડેલા જયોતિષીઓને માફી માગવા જાથાની ચેતવણી. રમતગમત, ક્રિકેટમા ટાગ ન અડાવવા જયોતિષીઓને જાથાની આલબલ ખોટી આગાહી કરનારાના ઘરે સુત્રોચ્ચાર ધરણાનો કાર્યક્રમ આપશે જીત માટેના તમામ ધાર્મીક ક્રિયાકાડો બકવારા સાબીત થયા..વિજ્ઞાન જાથા
આતર રાષ્ટ્રીય રમતગમત, ક્રિકેટ, ખેલકુદ ક્ષેત્રે ખેલાડીઓ પોતાની રમતમા સર્વાગી સજજ હોવા જોઈએ, જીતનો આધાર ખેલાડીઓના કૌશલ્ય ઉપર હોય છે. ત્યારે વર્લ્ડ કપમા ભારતની જીત થાય તે માટે દેશભરમા હોમ-હવન, પ્રાર્થના, પુજા-પાઠ, નમાજ, બદગી, બાધા-ટેક, જપ-તપ વિગેરે ધાર્મીક ક્રિયાકાડોનો સપુર્ણ રકાસ થઈ જતા ઓસ્ટ્રેલીયાએ વર્લ્ડકપ જીતીને પથદર્શક સાબીત થયા છે. ખોટી પડેલી આગાહીઓ અને આગાહીકારને ઘરે સુત્રોચ્ચાર, ઘરણાનો કાર્યક્રમ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ કરીને આગાહીઓ બંધ કરવા ચેતવણી આપશે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયત પડયાએ જણાવ્યુ કે ભારતની ક્રિકેટટીમને વધારે પડતો આત્મવિશ્વાસ ફાયનલમાં ભારે પડયો છે. કરોડો લોકોને નિરાશા આપવામા ક્રિકેટ ટીમ સાથે આગાહીકારો અને ધાર્મીક ક્રિયાકાડોના ઉન્માદના કારણે થયો છે, રમતગમત, ક્રિકેટમા જયોતિષીઓના ગ્રહો, કુંડળી, ફળકથનો, પુજા-પાઠ, હોમ-હવન, બદગી, નમાજ, ટેક-બાધા, માનતા ને કશી જ લેવાદેવા નથી. ખેલાડીઓને અવળે માર્ગે વાળવાનો નિમ્ન પ્રયાસને જાથા વખોડે છે. ખેલાડીઓને લાખો-કરોડો રૂપિયા મેળવે છે તેના માટે ઉત્કૃષ્ક દેખાવ કરવો જોઈએ, ફાઈનલ મેચમા ભારતનો દેખાવ રણજીટ્રોફી જેવો પણ જોવા ન મળ્યો તેથી આત્મમથન કરવાની જરૂર છે, વર્લ્ડકપ ભારતને જ મળે તે માટે સૌ એક છીએ, પરંતુ પ્રાર્થનાઓ, પુજા-પાઠ કરવી તે ૨૧ મી સદીમા યોગ્ય છે ? માનસીકતા બદલવી પડશે. ખેલાડીઓને પોતાની રમત-કૌશલ્ય ઉપર ભરોષો હોવો જોઈએ, જે ઓસ્ટ્રેલીયાના કેપ્ટને સાબિત કરી આપ્યુ તેમાથી શીખ લેવી જોઈએ, ફાઈનલમા નિમ્ન સ્થરના દેખાવ કરનારા ખેલાડીઓની હકાલપટ્ટી થવી જોઈએ તેવી જાથા અપેક્ષા રાખે છે. કરોડો રૂપિયા પ્રાપ્ત કરનારાની જવાબદારી વધી જાય છે.
વધુમા જાયાના પડયા જણાવે છે કે રાજયવ્યાપી મીટીગમા ખોટા પડેલા આગાહીકારોના ઘરે આદોલન કાર્યક્રમ નકકી કરવામા આવશે. આગાહી ખોટી પડી તેના કારણો આપી માફી માગવી જોઈએ. ભવિષ્યમા આગાહી રમતગમત ક્ષેત્રે કરશે નહી તેવી જાહેરાત આવકાર્ય છે, વિશ્વના વૈજ્ઞાનિકોએ જયોતિષીને કપોળકલ્પિત જાહેર કર્યું છે. જયોતિષમા જે ગ્રહો નથી તેના ફળકથનો કરવામા આવે છે વિજ્ઞાને શોધેલા ગ્રહો કુડળીમા ફીટ કરેલા છે. જયોતિષ ચોપડીમા આવા ગ્રહોનો સમાવેશ નથી. તારા-ઉપગ્રહોને ગ્રહ બતાવી હાથમા નગની વીટીઓ – હોમ હવન, જપ કરવા તે એક પ્રકારની છેતરપીડી છે. વર્લ્ડકપ જીત માટેના તમામ ધાર્મીક ક્રિયાકાડો બકવાશ સાબીત થયા છે અંતમા ખોટા પડેલા જયોતિષીના ઘરે સુત્રોચ્ચાર-ધરણા કાયદાની મજુરી મેળવીને કરવામા આવશે. ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે જયોતિષીઓ ટાગ અડાડે નહી તેવી આલબલ ચેતવણી જાથા આપે છે. આદોલ કાર્યક્રમ પહેલા માફી માગી લેવા જાથાએ અપીલ કરી છે