📸 Watch this video on Facebook
https://fb.watch/os1Fr9uhrq/?mibextid=ViGcVu
મોરબીમા અગાઉ ઝગડાનો ખાર રાખી તેમજ સી.સી.ટી.વી કેમેરા લગાવવાનો ખાર રાખી ધરમા ધુસી કરેલા હુમલો સીસીટીવી કેમેરામા કેદ સારવાર દરમ્યાન રાહુલ સોલંકીનુ મૃત્યુ
આરોપીઓ ધરમા ધુસી તોડફોડ કરી મારામારી કરતા વૃધ્ધ દંપતી સહિત ઈજાગ્રસ્ત થતા સારવારમા ખસેડાયા હતા ત્યા સારવાર દરમ્યાન સગીર રાહુલ સોલંકીનુ મૃત્યુ થતા બનાવ હત્યામા પલટાયો હતો
મોરબીના ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા વૃદ્ધના ઘરમાં ઘુસી અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમજ ઘરે સીસીટીવી કેમેરા લગાડ્યાનો ખાર રાખીને નવ ઇસમોએ મારમારી કરી વૃદ્ધ દંપતી સહીત ચારને ઈજા પહોંચાડી ઘરમાં ટીવી અને દરવાજા તેમજ વાહનોમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવમાં ઈજાગ્રસ્ત રાહુલ નામના સગીરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો
મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉ.વ.૬૬) નામના વૃદ્ધે આરોપીઓ મહિપત ઉર્ફે ભૂરો રવજી વાઘેલા, પ્રેમજી છગન વાઘેલા, અશ્વિન રવજી વાઘેલા, પંકજ પ્રેમજી વાઘેલા, નીતિન ઉર્ફે લાલો ધનજી સોલંકી, મનોજ ધનજી સોલંકી, ગોવિંદ મનસુખ વાઘેલા, મયુર કાંતિ વાઘેલા અને માનવ બચું સોલંકી રહે બધા શકત શનાળા તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત.૧૭ ના રોજ આરોપીઓએ આગાઉના ઝધડાનો ખાર રાખી અને ઘરમાં સીસીટીવી લગાવ્યા હોય જે સારું ના લાગતા આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરું રચીને ગેરકાયદેસર મંડળી રચી ધોકા, લોખંડ પાઈપ જેવા હથિયાર સાથે ફરિયાદીના ઘરમાં ઘુસ્યા હતા જ્યાં છુટા પથ્થરના ઘા કરી ફરિયાદી વૃદ્ધ તેના પત્ની દેવુબેન અને પૌત્ર નીતિન અને રાહુલને લોખંડ પાઈપ ધોકા અને લાકડીથી માર મારી ઈજા કરી હતી અને ઘરમાં ઘુસી મારામારી કરતા બનાવમાં ફરિયાદી બાબુભાઈ સોલંકી, તેના પત્ની દેવુબેન બાબુભાઈ સોલંકી (ઉ.વ.૬૧) તેમજ પૌત્ર નીતિન સોલંકી અને રાહુલ સોલંકીને ઈજા કરી ઘરમાં રહેલ ટીવી અને દરવાજા તેમજ વાહનોમાં તોડફોડ કરી ૩૦,૦૦૦ જેટલું નુકશાન કર્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નવ શખ્સો સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઈજાગ્રસ્ત રાહુલ સોલંકીને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન રાહુલનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો
રાહુલના મૃત્યુને પગલે મોરબી એ ડીવીઝન પોલીસમાં પણ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો બનાવમાં વધુ ૩૦૨ની કલમનો ઉમેરો કરવામાં આવ્યી હતો