માળીયા મિંયાણા રેફરલ હોસ્પીટલમા સ્ટાફ ભરતીમા ધોરણ ૧૦ પાસ ફરજીયાત અને ૪૦ વર્ષથી નીચેના સ્ટાફની ભરતીની સુચના ત્યારે મોરબી હોસ્પીટલમા સ્ટાફની ભરતીમા પોપાનુ રાજ જુઓ વીડીયો

માળીયા મિંયાણા રેફરલ હોસ્પીટલમા સ્ટાફ ભરતીમા ધોરણ ૧૦ પાસ ફરજીયાત અને ૪૦ વર્ષથી નીચેના સ્ટાફની ભરતીની સુચના ત્યારે મોરબી હોસ્પીટલમા સ્ટાફની ભરતીમા પોપાનુ રાજ જુઓ વીડીયો

મોરબી સીવીલ હોસ્પીટલમા ૮૪ સ્ટાફમા અનેક ૮ ધોરણ પાસ અને ૬૦ વર્ષ સુધીના વૃધ્ધોની ભરતી કરાઈ હોવાની ચર્ચાથી રોષ ફેલાયો હતો

માળીયા મિંયાણા તાલુકો વર્ષોથી સામાજીક શૈક્ષણીક અને આર્થીક રીતે પછાત તાલુકો છે અને આ માળીયા મિંયાણા શહેર અને તાલુકા મથક હોવા છતા ૨૦૦૧ ના વિનાશક ભુકંપ બાદ એસ.ટી.સ્ટેન્ડનુ નવનિર્માણ થયુ નથી આખા ગુજરાતમા માત્ર માળીયા મિંયાણા શહેર જ એક માત્ર છે જયા છેલ્લા બાવીસ વર્ષથી એસ.ટી સ્ટેન્ડની સુવિધા નથી અને તાલુકા મથકની એક માત્ર સરકારી રેફરલ હોસ્પીટલ છે તેમા પણ જરુરી આરોગ્યના સાધનો અને સુવિધા નહી હોવાના કારણે ગરીબ અને પછાત પ્રજાને નાની નાની બાબતે મોરબી રીફર કરવામા આવે છે અને આર્થીક રીતે પછાતવર્ગના ગરીબ પરીવારોને માળીયા મિંયાણાથી મોરબી ૩૫ કિલ્લો મીટર દુર ધકકા ખાવા મજબુર બની રહયા છે

ત્યારે વર્ષોથી માળીયા મિંયાણા શહેરની ગરીબ પ્રજાની સાથે જાણે સરકારી તંત્રને વેર હોય અથવા નફરત હોય તેવી રીતે હળાહળ અન્યાય કરવામા આવે છે તાજેતરમા માળીયા મિંયાણા શહેરની એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પીટલમા જુનીયર કારકુન- ડ્રેસર – પટ્ટાવાળા- ચોકીદાર- સરવન્ટ- સ્વીપર – વોર્ડ આયા સ્ટાફની ભરતી કરવા માટે સુચના જાહેરાત કરવામા આવી છે જેમા ધોરણ ૧૦ પાસ અને ૪૦ વર્ષથી નીચેના સ્ત્રી પુરુષોની ભરતી કરવા અંગે જણાવવામા આવ્યુ છે ત્યારે મોરબીની સીવીલ હોસ્પીટલમા ૮૪ સ્ત્રી પુરુષનો સ્ટાફ છે જેમાથી મોટાભાગના ધોરણ ૮ પાસ છે અને અનેક સ્ટાફ ૬૦ વર્ષના વૃધ્ધોની ભરતી કરવામા આવી છે તો શુ મોરબી જીલ્લામા આરોગ્યની સતા અને કાયદો અલગ અલગ હોઈ શકે તેવો લોક પ્રશ્ર ઉઠયો છે કે પછી માળીયા મિંયાણા શહેર તાલુકો સામાજીક શૈક્ષણીક રીતે પછાત હોવાના કારણે આ હળાહળ અન્યાય કરવામા આવી રહયો છે તેવી લોક ચર્ચા જાગી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here