મોરબીના આમરણ દાવલશા દુલ્હા સરકારે સુરેન્દ્રનગરના કુરેશી ઈમરાનના ધેર પુત્રની ખોટ પુરવાની દુવા કબુલ કરતા મન્નત ઉતારવામા આવી..જુઓ વીડીયો

મોરબીના આમરણ દાવલશા દુલ્હા સરકારે સુરેન્દ્રનગરના કુરેશી ઈમરાનના ધેર પુત્રની ખોટ પુરવાની દુવા કબુલ કરતા મન્નત ઉતારવામા આવી

સુરેન્દ્રનગરનો ખાટકી પરીવાર સયુકત કુટુંબ સાથે આમરણ દાવલશાપીરની દરગાહે માથુ ટેકવી માનતા ઉતારવા પહોચ્યો

મોરબીના આમરણ ગામે આવેલ હિંન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક સુફી સંત ઓલીયા દાવલશા દુલ્હા સરકારની ઐતિહાસિક સુપ્રસિધ્ધ દરગાહ શરીફ આવેલ છે આ દરગાહ શરીફ દાવલશાપીરની અનેક કરામતો ઈતિહાસના ચોપડે લખેલી છે તે સૌ કોઈ જાણે છે અને આ દાવલશા સરકારની ચોખટ ઉપર હિન્દુ મુસ્લીમ અનેક પરીવારો શ્રધ્ધાથી માથુ ટેકી દુવાઓ માંગે છે અને સાચા દિલથી ઈમાન રાખી દુવા માંગવા આવતા લોકોની દુવાઓ કબુલ થાય છે એટલે દુર દુર તાલુકા જીલ્લાઓમાથી શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે અને રવીવાર અને ગુરુવારના દિવસે દરગાહ પર ભારે ભીડ જોવા મળે છે

ત્યારે સુરેન્દ્રનગરમા રહેતા કુરેશી ઈમરાન અલારખાભાઈ ખાટકી પરીવારમા પુત્રની ખોટ હોવાથી દાવલશા દુલ્હા સરકાર પાસે પુત્રની ખોટ પુરવા દુવા સાથે મન્નત રાખી હતી આ મન્નત ખાટકી પરીવારની પુરી થતા ઈમરાન ખાટકીનુ સયુકત પરીવાર આમરણ ગામે પહોચી માનતા ઉતારી દાવલશા સરકારની દરગાહ શરીફે ફુલ ચાદર ચડાવી ન્યાજશરીફ રાખી માનતા પુરી કરી હતી આ પ્રસંગે ખીરઈ ગામના પીરે તરીકત સૈયદ ઈશાકમિંયા અબ્બાસમિંયા બાપુ તેમજ ખીરઈના પીરે તરીકત અબ્બાસબાપુના ગાદીનશીન સૈયદ મહંમદબાપુ બુખારી અને આમરણ ગામના શબ્બીરબાપુ બુખારી આશીફબાપુ બુખારી સહિતના આલેરસુલોએ માનતામા હાજરી આપી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here