
રિપોર્ટ- ઈશાક પલેજા માળીયા મિંયાણા
મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામે સરકારી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો
માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામના ગ્રામજનો અને આગેવાનોએ સ્વાગત કરી આવકાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી વધુ માહિતી પ્રાપ્ત કરી માળીયા તાલુકાના દરેક ગ્રામ પંચાયતની હદમાં હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્ય મંત્રી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજા લક્ષી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભ ગ્રામ્ય વિસ્તારના લોકો લઈ શકે તે માટે દરેક શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વિકસિત ભારત સંકલન યાત્રાનો રથ માળિયાં તાલુકા પંથકના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને સરકારી યોજના અંગે માર્ગદર્શન સાથે ડિજિટલ યુગમાં ઝડપી વિવિધ યોજનાઓના લાભ લોકો લઈ શકે એવા માર્ગદર્શન સાથે કાર્યક્રમ અંતર્ગત માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ શાળા ખાતે પહોંચતા સમગ્ર માણાબા ગામના આગેવાનો અને ગ્રામજનો એ આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથમાં જોડાયેલા મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મણિલાલ સરડવા સહિતના કાર્યકરો હોદ્દેદારો અને સરકારી અધિકારી તેમજ આયોજકોનુ માણાબા ગામના સરપંચ ઉપસરપંચ અને પંચાયત બોડીના સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ