
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટ એસો. મેનેજીંગ કમિટીમાં ત્રીજીવાર ગુજરાત હાઈકોર્ટની એસોસિએશનની ચૂંટણીમાં આકાશ જયંતકુમાર પંડયાનો શાનદાર વિજય
આકાશ પંડયાને ઉજ્જવળ કારકિર્દી માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુભકામના પાઠવી
૩૬ ઉમેદવારોમાંથી સૌથી વધુ મત મેળવી પ્રથમ ક્રમાંકે રહ્યા. એસોસિએશનના વકીલોનો આભાર માન્યો. ઐતિહાસિક મત મેળવી વિજેતાવકીલો માટે ચેમ્બર, લાઈબ્રેરી, પાર્કિંગ સુવિધાના પ્રશ્નોને અગ્રતા અપાશે.
ગુજરાત બાર એસોસિએશનના નિયમો અંતર્ગત રાજયની ૨૭૨ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયામાં અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં મેનેજીંગ કમિટી મેમ્બરમાં આકાશ જયંતકુમાર પંડયાનો સૌથી વધુ મત મેળવી ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો હતો. સતત ત્રીજીવાર વિજય હાંસલ કરતા રાજયભરમાંથી અભિનંદન વર્ષાના હક્કદાર સાબિત થયા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સન્માન સાથે શુભકામના પાઠવતા ઉજજવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. વકીલોના પ્રશ્નોને અગ્રતા આપી ઉકેલવા શીખ આપી હતી. શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગ વિજ્ઞાન જાથાના જયંત પંડયા, વકીલ
ચિંતન બુધ્ધદેવ, રૂષભ રૂપાણી સાક્ષી મોં મીઠા કરી આકાશની પીઠ થાબડી હતી. હાજર પોલીસ કર્મીઓએ અભિનંદન પાઠવ્યા હતા હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં પ્રમુખપદે બ્રિજેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ વિરાટ પોપટ જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ, હોદ્દેદારોમાં ભાવિક પંડયા, દર્શન દવે કારોબારીમાં વિજેતાઓમાં સૌથી વધુ મત પ્રથમ ક્રમાંકે આકાશ પંડયા વિજેતા ઘોષિત થયા હતા.
આકાશ પંડયા અમદાવાદ હાઈકોર્ટમાં ૧૩ વર્ષથી ક્રિમીનલ પ્રેકટીસ કરે કરે છે. ત્રણ વખત ચૂંટાયા હોય બે વર્ષના સમયગાળામાં વકીલો માટે ચેમ્બર, ફાઈલીંગ, પાર્કિંગ, લાઈબ્રેરી સહિત પ્રશ્નોને અગ્રતા આપી ચૂંટાયેલા હોદ્દેદારોને વિશ્વાસ સહકાર સાથે ઉકેલવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આકાશની માતા રાજકોટ બાર એસોસિએશનમાં છેલ્લા ૩૨ વર્ષથી તેમજ પિતા જયંતભાઈ પંડયા અમદાવાદ હાઈકોર્ટ બાર એસોસિએશનમાં ક્રિમીનલ પ્રેકટીસ સાથે વિજ્ઞાન જાથાની લોકચળવળ કામગીરી ૩૩ જિલ્લામાં કરી રહ્યા છે ગાંધીનગર ખાતે શુભેચ્છા વખતે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ન્યાયની અદાલતોથી પણ મોટી એક અદાલત હોય છે અને તે છે અંતર આત્માના અવાજની અદાલત જે બધી જ અદાલતોમાં શ્રેષ્ઠ છે. દેશની અદાલતોના મોટાભાગના ન્યાયધીશો દેશના બંધારણના આદર્શોને ધ્યાનમાં રાખી પોતાના અંતર આત્માના અવાજને અનુસરી પુરાવા જોઈ ન્યાય આપે છે માટે ન્યાય ધર્મ જીવંત છે. બંધારણ-ન્યાય મંદિરની સર્વોપરિતા છે.
વિશેષમાં એડવોક્રેટ આકાશ પંડયાએ અમદાવાદ હાઈકોર્ટના તમામ સિનીયર, જુનીયર, મિત્ર મંડળ, વકીલોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રચારમાં જોડાનાર ચિંતનભાઈ, અમીતભાઈ, જેકીભાઈ, સુનિલભાઈ યોગેશભાઈ, મૌસીમભાઈ સહિત સૌ કોઈનો આભાર સાથે લાગણી વ્યક્ત કરી હતી. શુભેચ્છા માટે મો. ૯૭૨૪૩ ૦૦૧૩૦ સંપર્ક કરવો.