
મોરબી બાર એસોશિયનની રસાકસી ભરી ચુટણીમા પ્રમુખપદે દિલીપભાઈ અગેચણિયાની ૧૪ મી વખત જીત-ઉપપ્રમુખ પ્રકાશ વ્યાસ અને સેક્રેટરી તરીકે વિજય શેરસીયા વિજેતા બન્યા
મોરબી વકીલ મંડળના વિજેતા ટીમનુ વાજતે ગાજતે ફુલહારથી સન્માન કરી ઢોલ નગારા સાથે સરધસ કાઢવામા આવ્યુ હતુ
ગુજરાતમાં એક જ દિવસે બાર એસોશિયનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં બાર એસોશિયનની રસાકસી ભરી ચુંટણીમાં હોદેદારોને ચૂંટી કાઢવા માટે મતદારો દ્વારા ભારે ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું જેમા આ ચૂંટણીમાં પ્રમુખ પદે દિલીપભાઈ અગેચણિયાની ૧૪ મી વખત ઐતિહાસીક જીત અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વ્યાસ સેક્રેટરી વિજય શેરસીયાનો ભવ્ય વિજય થયો હતો
મોરબી બાર એસોશીયનના હોદેદારોની મુદત પૂરી થતાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી તેમાં મોરબી બાર એસોશીયનના પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારે મેદાનમા જંપલાવ્યુ હતુ જેમાં દિલીપભાઈ અગેચણિયા જીતુભા જાડેજાને પ્રાણલાલ માનસેતાને અને દેવજીભાઈ પરમાર આ ચાર પ્રમુખપદના ઉમેદવારોમાથી દિલિપ અગેચણીયાએ બાજી મારી હતી જ્યારે ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે ઉદયસિંહ જાડેજા અને સેક્રેટરી પદે વિજયભાઈ શેરસિયા તેમજ કોરોબારી સભ્યો તરીકે કરમશીભાઈ પરમાર, સાગરભાઈ પટેલ અને બ્રિજરાજસિંહ ઝાલાનો ભવ્ય વિજય થતા ચુટાયેલા તમામનુ ફુલહારથી સન્માન કરી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સરધસ કાઢવામા આવ્યુ હતુ