
મોરબી જીલ્લાના ટંકારા બાર એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી પ્રમુખ તરીકે પરેશભાઈ ઉજરીયાની હેટ્રિક ત્રીજી વખત પ્રમુખપદે વરણી
મોરબી જીલ્લાના ટંકારા બાર એસોસિએશન ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની બીનહરીફ વરણી કરવામાં આવી હતીજેમાં ટંકારા બાર એસોસિએશનના પ્રમુખપદે એડવોકેટ પરેશભાઈ ઉજરીયા ઉપપ્રમુખપદે એડવોકેટ કાનજીભાઈ દેવડા અને સેક્રેટરી તરીકે એડવોકેટ અમિતભાઈ જાનીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામા આવી હતી ટંકારામાં કોર્ટ શરુ થયા પછી,ટંકારા બાર એસોસિએશનની રચના કરવામા આવી હતી ત્યારે આજસુધી એક પણ વખત ચૂંટણી યોજવામાં આવી નથીનવા હોદ્દેદારોને ટંકારા બાર એસોસિએશનનાભૂતપૂર્વ પ્રમુખો ,ઉપપ્રમુખ,તથાતમામ સભ્યોએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા