
માળીયામિયાણા
તા.૮ જાન્યુઆરી ૨૦૨૩
રિપોર્ટ : રજાક બુખારી
માળીયામિયાણાના વેજલપર ગામે પંદર દિવસમાં જ નવો બનેલો આરસીસી રોડ તુટવા લાગતા ભ્રષ્ટાચાર થયાની ચર્ચા
વેજલપર પ્લોટ વિસ્તારમાં આરસીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી છતી થઈ ભ્રષ્ટાચાર થયાની ચર્ચા ડીડીઓ તપાસના આદેશ આપે તો રોડની નબળી કામગીરીનો પર્દાફાશ થાય તેમ છે
માળીયામિયાણાના વેજલપર ગામે પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં બનેલા એટીવીટી કાર્યવાહક ૨૦૨૩-૨૪ની જોગવાઈમાંથી ગ્રામ પંચાયત દ્વારા બનાવેલા આરસીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી છતી થઈ છે અને માત્ર પંદર દિવસ જેટલા ટુંકા ગાળામાં જ આરસીસી રોડ તુટવા લાગતા રોડમાં ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે આ રોડની હલકી ગુણવત્તા વાળી કામગીરી થઈ હોય તેમ પંદર દિવસમાં જ આરસીસી રોડના પોપડા ઉખડી તિરાડો પડવા લાગતા સ્થાનીકોને ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે વેજલપર ગામે છેલ્લા બે વર્ષમાં થયેલા વિકાસ કાર્યો વિવાદાસ્પદ રહ્યા છે તેવુ પણ જાણવા મળ્યું છે ત્યારે ફરી એક વિકાસ કામ ચર્ચાનો વિષય બન્યુ છે રોડની કામગીરી દરમિયાન ભ્રષ્ટાચારની ગંધ આવતા સ્થાનિક લોકોમાં કચવાટ ઉભો થયો હતો અને આરસીસી રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી થતી હોવાની રાવ ઉઠતા સરપંચ સુધી ફોન રણક્યા હતા પરંતુ રોડની નબળી કામગીરીની કોઈ સરકારી અધિકારીને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવીને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા અને કામ કોને ચાલુ કર્યું સરપંચને ફોન પર ના કહી હતી જેવા સ્થાનિકોની હાજરીમાં તીખા તેવર બતાવી નવા નકોર બનતા આરસીસી રોડમાં થીંગડા મારી દેતા રોડને યોગ્ય કરવા પણ જણાવ્યું હતું પરંતુ તે સરકારી તપાસનીશ અધિકારી દ્વારા જણાવ્યા મુજબ આજદિન સુધી કોઈ પ્રકારની સુધારા કરવાની કામગીરી ન થતા આ કોઈ સરકારી અધિકારી હતા કે પછી કોઈ નકલી તપાસનીશ સરકારી બાબુ તે પણ એક તપાસનો વિષય બન્યુ છે અને સ્થળ પર આવેલ સરકારી બાબુના કહ્યા મુજબની સુધારા કરવાની કોઇ કામગીરી ન થતા સરકારી બાબુ બાબુળા બનાવી ગયાની ચર્ચા હાલ થઈ રહી છે અને તે ખરેખર કોણ હતુ કે તેઓના આદેશ બાદ કાંકરી પણ હલી નહી ને રોડની માપણી થઈ ગઈ જેથી નીચેથી ઉપર સુધી પોલંપોલ જ હોય તેમ રોડની ચકાસણી કે યોગ્ય કામગીરી થઈ છેકે કેમ તે જાણવા સુધા કોઈએ તકેદારી ન લીધી હોય રોડ બની ગયા બાદ આજદીન સુધી બંને સાઈડ માટી કે અન્ય કોઈ કામગીરી ન કરી હોવાથી આરસીસી રોડની આડેધડ કામગીરી અંગે ડીડીઓ સાહેબ તપાસના આદેશ આપે તો ભ્રષ્ટાચારના ભોરિંગની પોલ ખુલવાની સાથે નબળી કામગીરી છતી થાય તેમ છે