મોરબીમા શ્રી ધકકાવારી મેલડી માતાજીના મંદિરે ૨૨૦૦ દિપ પ્રગટાવી એક કલાક સુધીની મહાઆરતી કરી શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ..જુઓ વીડીયો

રિપોર્ટ- અલ્પેશગીરી સુરેશગીરી ગૌસ્વામી મોરબી

મોરબીમા શ્રી ધકકાવારી મેલડી માતાજીના મંદિરે ૨૨૦૦ દિપ પ્રગટાવી એક કલાક સુધીની મહાઆરતી કરી શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ

મોરબીમા આસ્થા અને શ્રધ્ધાનુ પ્રતિક એવા ધકકાવારી મેલડીમાતાજીના ટ્રસ્ટીઓ દ્રારા નવરાત્રી મહોત્સવ સમુહલગ્નોત્સવ સહિતના અનેક સેવાભાવી સામાજીક અને ધાર્મિક કાર્યક્રમો ઉજવવામા આવે છે અને વર્ષના ૩૬૫ દિવસ ભકતોની ભીડ જોવા મળે છે તેમજ ભકતો દ્રારા તાવા પ્રસાદીઓ કરી મનતો ઉતારવામા આવે છે

ત્યારે શ્રીધક્કાવારી મેલડીમાતાજીના મંદિરે અયોધ્યામા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતી પૂર્ણ સંપન્ન થયા અને ૫૦૦ વર્ષ બાદ નિજ મંદિર મા ભગવાન શ્રીરામલલાની પધરામણી થતાની ખુશીમા ધકકાવારી મેલડી માતાજીના મંદિરે ૨૨૦૦ દિવળા પ્રગટાવી એક કલાકની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી જેમા મંદિરના સેવાભાવી સંચાલકો વિનુભાઈ ડાંગર રઘુભા ઝાલા જાનીભાઈ. ભરતસિંહ સહીતનાઓ ભારે જહેમત ઊઠાવી હતી અને મહાઆરતીના દર્શન કરવા માટે હજારો શ્રધ્ધાળુઓ અને ભક્તોની ભીડ ઊમટી પડી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here