
મોરબી જીલ્લાના વાકાનેર પોલીસ સીટીની હદમા બનેલ ગળે ટુંપો દઈને હત્યા કરનાર મહિલા આરોપી અરુણાબેન વાઈફ ઓફ મનસુખભાઈ ગોરીયાનો જામીન પર છુટકારો
મોરબીના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને નામદાર બીજા એડિશનલ ડિસ્ટ્રિક જજશ્રીએ મહિલા આરોપીની શરતી જામીન અરજી મંજુર કરી હતી
મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસે આરોપી અરૂણાબેન વાઈફ ઓફ મનસુખભાઈ ખોડાભાઈ ગોરિયા રહે જાલી ગામ તાલુકો વાંકાનેર વાળાને ગળે ટુંપો આપી હત્યાના ગુનામાં અટક કરી નીચલી અદાલતમાં રજુ કરી બાદમાં ચાર્જશીટ નીચલી અદાલતમાં રજુ કરી હતી જે મહિલા આરોપીએ કોર્ટમાં ચાર્જશીટ બાદ મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી મનીષ ઓઝા (ગોપાલ ઓઝા ) ને રાખીને જામીન અરજી કરી હતી અને આરોપી તરફેના વકીલે કોર્ટમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો રજુ કરી હતી. જેને ધ્યાને લઈને બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી એ બુદ્ધ સાહેબે આરોપી અરૂણાબેન ગોરિયાને રૂપીયા ૨૫ હજારના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જે કેસમાં આરોપી અરુણાબેન ગોરિયાના વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ) તેમજ મેનાઝ એ પરમાર રોકાયેલ હતા.