
મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પોકસો કેશના ગુન્હામાં આરોપી કલ્પેશ નાયકનો જામીન પર છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી જીલ્લાના હળવદ પોલીસે આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયક રહે. અણીયાદ બીલીયા બેડા ફળીયુ તાલુકો શહેરા જીલ્લો પંજાનબ વાળા ને૩ આઈ. પી. સી. કલમ ૩૯૩, ૩૭૬ (૩), ૧૧૪, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટ ની કલમ ૪, ૫ (એલ), ૬, ૧૭ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા જેના પોકસો કેશ નં. ૧/૨૪ થી સ્પેશીયલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ ત્યારબાદ જામીન અરજી કરતા આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી ના વિશેષ ન્યાયધીશ અને અધીકક્ષત્ર ન્યાયધીશ શ્રીની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલશ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશશ્રીની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં મોરબીના જજશ્રી ડી. પી. મહીડા સાહેબએ આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયક ને રૂા. ૨૫,૦૦૦/- ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયકના વકીલ શ્રી મનુષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાઝબેન પરમાર રોકાયલ હતા.