
મોરબી જીલ્લાના વાકાનેર નજીક ખાનગી શાળામા ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી વાલીનુ નામ ફેરવી નાખ્યાનુ જબરુ કૌભાડ થયાની લોકચર્ચા?
ખાનગી શાળામા ખોટુ આધારકાર્ડ બનાવી ૬ઠ્ઠા ધોરણમા અભ્યાસ કરતા વિધાર્થી ત્રણ વર્ષથી ડુપ્લીકેટ વાલીનુ નામ ધારણ કરી રહયો હોવાની લોકચર્ચાથી ખાનગીશાળા સંચાલકોની આંખો ફાટી ગઈ
મોરબી જીલ્લાના વાકાનેર તાલુકામા આવેલ ખાનગી શાળામા અભ્યાસ કરતો વિધાર્થીનુ ખોટુ આધારકાર્ડ બનાવી શાળાના રજીસ્ટ્રરમા વાલીનુ નામ ફેરવી નાખ્યા બાદ છેલ્લા ત્રણેક વર્ષથી ડુપ્લીકેટ વાલીનુ નામ પાછળ લખાવી ખાનગી શાળામા વિધાર્થી અભ્યાસ કરતો હોવાની ચર્ચા ફેલાઈ છે ત્યારે ભોગ બનનારે આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી અને અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી આ ડુપ્લીકેટ આધારકાર્ડ ડુપ્લીકેટ સ્કુલ લીવીંગ સર્ટી અંગે લડી લેવાના મુડમા હોય તેવી રીતે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે ટુકા સમયમા જ દુધનુ દુધ અને પાણીનુ પાણી થય જાશે અને ડુપ્લીકેટ આધારકાર્ડ ડુપ્લીકેટ લીવીંગસર્ટી તેમજ ચેડા કરનાર જવાબદારોના તપેલા ચડી જાશે અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવાની શકયતાઓ હોવાની ચર્ચાએ જોર પકડયુ હતુ