
મોરબી વાવડીરોડ પર રવિપાર્ક સોસાયટીમા કુતરાએ બે માશુમ ભુલકાને બચકા ભરતા સારવારમા હોસ્પીટલ ખસેડયા
રીફાકત સમીરભાઈ સંધી અને અલ્ફાઝ સમીર કટીયાર બે માસુમ ભુલકાને કુતરાએ બચકા ભર્યા
મોરબીમા શ્ર્વાનનો આતંક દરરોજ અનેકને બચકા ભરતા હોવાની ફરીયાદ છતા પાલીકાતંત્ર મૌનથી શહેરીજનોમા રોષ ફેલાયો છે નામદાર સુપ્રિમ કોર્ટના કડક આદેશ હોવા છતા મોરબી નિંભર મહા નગરપાલીકા તંત્રના પેટનુ પાણી પણ હલતુ નથી શ્ર્વાનોને પકડવાની કાર્યવાહી કરવામા પાલીકાતંત્રને કયો ગ્રહ નડે છે હાલે મહાનગરપાલીકા દ્રારા માત્ર વેરા ઉધરાવી નાણા એકત્ર કરવામા જ રસ હોય તેવી ચર્ચાએ જોર પકડયુ છે ત્યારે સુપ્રિમકોર્ટનુ કડક સુચન હોવા છતા પાલીકાતંત્ર આંખ આડા કાન કરતુ હોવાથી શહેરીજનોને પીડા ભોગવવા મજબુર થવુ પડે છે જેથી લતાવાસીઓમા રોષ જોવા મળી રહયો છે
મોરબી વાવડીરોડ પર રવિપાર્ક સોસાયટીમા રહેતા રીફાકત સમીરભાઈ સંધી અને અલ્ફાઝ સમીર કટીયાર બે માસુમ ભુલકાને કુતરાએ બચકા ભરતા તાત્કાલીક સીવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા અને સારવાર લીધા બાદ દર્દીઓના પરીવારજનોમા રોષ જોવા મળ્યો હતો























