
મોરબી તાલુકા પોલીસે ૬૪.૨૦ ગ્રામ મેફેડ્રોન પાવડરના કેસમાં આરોપી જુનેદ હનીફભાઈ પરમારના શરતી જામીન મંજુર કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી તાલુકા પોલીસે ૬૪.૨૦ ગ્રામ મેફેડ્રોન પાવડર સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બ્લોચના પ્રત્યક્ષ કબજામાંથી એમ.ડી પાઉડર ૬૪.૨૦ ગ્રામ કબજે કરવામાં આવેલ સાથે આરોપી (૨) રજાક ઉર્ફે લાલો આમદભાઈ પરમાર રહે. માધાપર ૧૪ વાળા બંન્ને ગેરકાયદેસર માદક પદાર્થ પાવડર પોતાના કબજામાં રાખી અવાર નવાર મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ દરીયાલાલ હોટલ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઈવેના સર્વીસ રોડના પાનેલી રોડને ર્સ્પશે છે તેના ખુણા પાસે તેના ગ્રાહકોને વેચાણ કરવા જાય છે ત્યારે એક નંબર વગરના હોન્ડા સાઈન મોટર સાયકલ લઈ હકીકતવાળા સ્થળે પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઈ જનાર છે તેથી ચોકકસ ભરોસા પાત્ર ખાનગી હકીકત પોલીસને મળેલ અને તે અંગે નો લેખીત બાતમી રીપોર્ટ આપતા બાતમીની નોંઘ કરીને બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી નં. ૧ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બ્લોચ ના પ્રત્યક્ષ કબજામાંથી એમ. ડી પાઉતર ૬૪.૨૦ ગ્રામ કબજે કરવામાં આવેલ ઉપરોકત બંન્ને ઈશમો ને તા. ૨૮/૬/૨૩ ના રોજની રેડની કામગીરી દરમ્યાન બંન્ને આરોપીઓ ની અટકાયત કરી અને તા. ૨૯/૬/૨૩ ના રોજ કલાક ૦૦:૧૫ વાગ્યે અટક કરેલા અને ત્યારબાદ ઉપરોકત બંન્ને આરોપીઓ તેમજ હાલના આરોપી જુનેદ હનીફભાઈ પરમાર એમ ત્રણ ઈશમો સામે એસ.ઓ.જી.ના પી. એસ. આઈ. મહમદ અસ્લમ સૌકતઅલી અંસારીનાઓએ મોરબી તા. પો. સ્ટે. બી પાર્ટ ગુ. રજી. ૧૧૮૫/૨૦૨૩ થી એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (સી) ૨૯ મુજબ ગુન્હો દાખલ કરાવેલો અને ત્યારબાદ આરોપી જુનેદ હનીફભાઈ પરમાર ની તા. ૨૯/૬/૨૩ ના કલાક ૨૦.૧૫ વાગ્યે અટકાયત કરેલ અને ત્યારબાદ તા. ૩૦/૬/૨૩ ના રોજ નામદાર સેશન્સ કોર્ટ માં રજુ કરી અમો આરોપીની દિન ૭ ના રીમાન્ડ ની માંગણી સાથે રીમાન્ડ અરજી કરતા નામદાર અદાલતે તા. ૩/૭/૨૩ ના કલાક ૧૫.૩૦ વાગ્યા સુધીના પોલીસ રીમાન્ડ પર સોંપવાનો હુકમ ક૨ેલ અને એ રીતે નામદાર અદાલતે દિન ત્રણના રીમાન્ડ મંજુર કરેલા અને ત્યારબાદ આરોપીને તા. ૩/૭/૨૩ ના કલાક ૧૫.૩૦ વાગ્યે નામદાર અદાલતમાં રજુ કરતા સદર ગુન્હાના કામે નામદાર અદાલતે જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ ત્યારબાદ આરોપીઓ વિરૂધ્ધ નામદાર સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જેના એન. ડી. પી. એસ. કેશ નં. ૧૩/૨૩ થી ચાર્જશીટ દાખલ થયેલ. ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફો. ૫. અ .નં. ૨૪૨૨/૨૩ થી જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટે તા. ૭/૨/૨૦૨૪ ના રોજ શરતોને આધીન રકમ રૂા. ૧૫૦૦૦/- ના જામીન પર મુકત કરેલ છે. આ કેશ માં આરોપી જુનેદ હનીફભાઈ પરમાર ના વકીલશ્રી વીરાટ જી. પોપટ તથા વકીલ શ્રી શ્વેતા લોઢા તથા વકીલશ્રી ગોપાલભાઈ ઓઝા તથા વકીલશ્રી કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.