મોરબી બાયપાસ હાઈવે પર ઉડતા પંજાબીને મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી કાયદાનુ ભાન કરાવ્યું જુઓ વીડીયો

મોરબી બાયપાસ હાઈવે પર ઉડતા પંજાબીને મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી કાયદાનુ ભાન કરાવ્યું

મોરબી બાયપાસ રોડ પર બાઈકને નાંગણી ડાન્સ કરાવી સ્ટંટ કરનાર પંજાબી શખ્સને પકડી સ્ટંટબાજનો ચડેલો નશો ઉતારતી મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદાનો પાઠ ભણાવ્યો

મોરબી રાજકોટ બાયપાસ હાઈવે પર અકસ્માતને આમંત્રણ આપતો સ્ટંટ બાજ બીજા વાહન ચાલકો માટે ખતરો બની જોખમી રીતે પોતાના હવાલા વાળા બાઈક ઉપર કુદકા મારી બાઈક પર સૂઈને રોડ પર નાંગણી ડાન્સ કરાવી બાઈકને બેફામ ચલાવી મોરબીને પંજાબ સમજી ઊડતા પંજાબી શખ્સને મોરબી ટ્રાફીક પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદાનો પાઠ ભણાવ્યો છે છાશવારે આવા બાઈક ચાલકો બેફામ બની સ્ટંટ કરતા જોવા મળે છે ત્યારે ફરી કોઈ જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાયરલ કરતા બેફામ બનેલા પંજાબી સ્ટંટબાજ હરપ્રીતસિંગ મેજરસીંગ જાટ ઉ.વ ૩૩ ધંધો સિક્યોરિટી ગાર્ડ હાલ રહે.લજાઈ ગામ એટોપ કારખાના સામે બ્રિજ કાર્બેટ ફ્રેન્ચફાય કારખાનાની ઓરડી તા.ટંકારા જઈ.મોરબી મુળ ગામ મનોચાહલ તા.જી તર્ણતરણ પંજાબ વાળાને બાઈક નંબર જીજે-૩૬-એડી-૨૭૦૩ને પકડી પાડી સ્ટંટ કર્યાની કબુલાત આપતા મોરબી સીટી એ ડિવિઝન ખાતે ગુન્હો રજીસ્ટ્રશન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here