
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબી માથી આશરે ૧૧,૫૧,૩૭૨/-ની કિમતના કુલ-૬૩ જેટલા ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને પરત આપતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એ.એસ.આઈ રાજદીપસિંહ રાણા નાઓએ “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી નીચે મુજબ ના કુલ-૬૩ જેટલા આશરે ૧૧,૫૧,૩૭૨/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કર્યો હતો
આ કામગીરીમા પી.આઈ હુકુમતસિ જાડેજા તથા પોલીસ.સબ.ઇન્સપેકટર એ.વી.પાતળીયા તથા એ.એસ.આઈ રાજદીપસિંહ રાણા તથા પોલીસ.હેડ કોન્સટેબલ એ.પી.જાડેજા તથા ચકુભાઇ કરોતરા તથા કિશોરભાઈ મિયાત્રા તથા ધર્મેદ્રભાઈ વાઘડીયા તથા પો.કોન્સ હિતેષભાઈ ચાવડા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા તેજાભાઇ ગરચર તથા અરજણ ગરીયા જોડાયા હતા