
માળીયામિયાણાના ખાખરેચી વાધરવા સુલતાનપુર સહીતના વિસ્તારોમાં તસ્કરી વધી ચોરટાઓ બેફામ
ખાખરેચી ધોળા દિવસે બાઈકની ચોરી સ્ટેટ બેંક પાસે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી ચોર સીસીટીવી કેમેરામાં કેદ
માળીયામિયાણાના ખાખરેચી વેણાસર સુલતાનપુર વાધરવા સહીતના વિસ્તારોમાં તસ્કરી વધતા ચોરટાઓ બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છેલ્લા ઘણા સમયથી માળીયાના છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તાજેતરમાં ખાખરેચી સ્ટેટ બેંક પાસે પાર્ક કરેલા બાઈકની ધોળા દિવસે ઉઠાંતરી થતા પોલીસની ધાકના ધજાગરા ઉડ્યા છે અને પોલીસતંત્રને ચોરટાઓ ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય તેમ પંથકમાં તરખાટ મચાવતી તસ્કર ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલવા લોકમાંગ ઉઠી રહી છે ખાખરેચી છેલ્લા ઘણા સમયથી ભરચક વિસ્તારમાંથી બાઈકચોરી જતા હોવાની રાવ ઉઠી છે તેમજ વેણાસર ગામેથી પણ ટ્રેકટર ચોરી ગયાનુ જાણવા મળ્યું છે તો હાઈવે ટચ અનાજ કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી લાખો રૂપિયાની ચીજવસ્તુઓનો હાથફેરો કરી જતા દુકાનદારનો લાખો રૂપિયાના માલ સામાન ચોરી ગયાનુ જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છેકે પંથકમાં ચોરીના વધતા બનાવ ચિંતાજનક બાબત છે જેમાં ટ્રેકટર બાઇક જેવા વાહનોની ચોરી માથાનો દુખાવો બની ગયાની ચર્ચા થઈ રહી છે જાણે પંથકમાં તસ્કર ટોળકી સક્રિય બની હોય તેમ બેફામ બનેલા ચોર પર લગામ લગાવવી વધતા જતા ચોરીના બનાવો રોકવા માંગ ઉઠી રહી છે જો પોલીસ હાથ પર હાથ રાખી બેઠી રહી તો આગામી દિવસોમાં ચોરટાઓ કોઈ મોટી ચોરીને અંજામ આપે તો નવાઈ નહીં જેથી કડક પગલા સાથે પેટ્રોલીંગ હાથ ધરી બેફામ બનેલા ચોરટાઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે વધતા ચોરીના બનાવવો અટકાવે તે જરૂરી બન્યું છે કેમ કે ખાખરેચી સ્ટેટ બેંક પાસે ભરચક વિસ્તારમાંથી ધોળા દિવસે બાઈકની ઉઠાંતરી એ ખુબજ શરમજનક બાબત માનવામાં આવી રહી છે અગાઉ પણ ખાખરેચી ગામે નવું નક્કોર બાઈક ચોરી ગયાનો બનાવ બની ચૂક્યો છે જે હજુ સુધી હાથ નથી લાગ્યુ ત્યાં બીજું બાઈક ઉપડી જતા ચોરટાઓને પોલીસનો ડર ન હોય તેમ મોકળું મેદાન મળી ગયું હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ખાખરેચી સ્ટેટ બેંક પાસેથી બાઇકની ઉઠાંતરી કરનાર બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જેની અરજી માળીયા પોલીસ મથકે આપેલ છે તેવુ જાણવા મળ્યું છે જેથી તાત્કાલિક બેલગામ બનેલા ચોરટાઓ સામે પોલીસ કાયદાનો કડક ડંડો પછાડે તે જરૂરી બન્યું છે અન્યથા આજે બેંક સામે ધોળા દિવસે બાઈક ચોરી ગયા આગામી દિવસોમાં કોઈ મોટી ચોરીને અંજામ આપે તે પહેલા જ સતર્ક બની લુખ્ખા તત્વો ચોરટાઓને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ લાલઆંખ કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે ખાખરેચી ગામે અગાઉ પણ મોટી ચોરીઓને તસ્કરો અંજામ આપી ચૂક્યા છે જેમાં થોડા મહીના પહેલા જ સ્મશાનની ખાટલીને તોડી ચોરીનો ઈરાદો હોય કે પછી શાંતી ડહોળવાનો તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે ગ્રામ પંચાયત દ્વારા પોલીસમાં અરજી પણ કરાઈ હતી ત્યારે ફરી ચોરટાઓ પંથકમાં બેફામ બનતા પોલીસે લાલઆંખ કરવાની તાતી જરૂરિયાત છે