
મોરબીમા તોફીકભાઈ મોટલાણીના ચાર વર્ષના માશુમ પુત્ર મોઈનુદિને રોઝુ રાખી ખુદાની બંદગી સાથે ઇબાદત કરી
તાજેતરમા મુસ્લીમ બીરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમો રમજાનના પવિત્ર માસમા રોઝા રાખી મસ્જિદોમાં નમાજ તરાવીહ અદા કરીને પવિત્ર રમજાન માસ દરમ્યાન વહેલી સવારે રોઝુ બંધ કરી શહેરી બાદ ખાવા પીવાનુ બંધ કરીને સાંજના સમયે રોઝુ ખોલી ઈફતારી કરી આમ ૧૪ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહીને પરવરદિગારની બંદગી કરે છે આ ધોમધખતા ગરમીના તાપમા રોઝા રાખવા ખુબજ મુશકેલ બને છે ત્યારે આ રમજાનના પવિત્ર માસમા નાના નાના ભુલકાઓ પણ અલ્લાહ તઆલાની બંદગી કરવાનુ ચુકતા નથી અને આખા દિવસનુ રોજુ રાખે છે ત્યારે તોફીકભાઈ મોટલાણીના ચાર વર્ષના માશુમ પુત્ર મોઈને ધોમધખતા તાપમા ૧૪ કલાક સુધી રોજુ રાખીને પરવરદિગારની બંદગી કરી હતી ત્યારે મોઈનુદિને વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે રોઝુ ખોલી ઈફતાર કરી પરીવારે સાથે મળી દુવા માંગી હતી અને ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરવા રોઝુ રાખતા પરીવારજનોએ ફુલહાર પહેરાવી સન્માન કર્યુ હતુ