
મોરબી ટ્રાફિક પોલીસે ત્રણ વર્ષની સાઈકલ યાત્રાથી સારા માનવી બનવાનો સંદેશ લઈને નીકળેલા મુસ્લીમ યુવાનને રહેવા જમવાની સગવડતા કરી આપી માનવતા મહેકાવી હતી
સાઈકલ યાત્રા પર નીકળેલા મુસ્લીમ યુવાન શાહનવાઝખાન વીસ રાજયો અને બાર દેશમા ફરી સારા માણસ બનવાનો સંદેશ પાઠવશે
મોરબી પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોય તે સાર્થક કરતી ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ ડી.બી. ઠકકર નગર દરવાજા ચોકમા ટ્રાફિક પેટ્રોલીંગમા હતા ત્યારે સાઈકલ યાત્રા પર નીકળેલા મુસ્લીમ યુવાન શાહનવાઝખાનને પુછપરછ કરતા આ યુવાન વીસ રાજયો અને બાર દશમા છેલ્લા એક વર્ષથી સાઈકલ યાત્રામા સારા માનવી બનો તેવો સંદેશો લઈને યાત્ર કરી રહયો હોવાનુ જાણવા મળતા ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ ડી.બી. ઠકકર તેમજ સ્ટાફના ભાનુભાઈ- દેવાયતભાઈ- વિનોદભાઈ- કેતનભાઈ અને ટ્રાફિક બ્રિગેડના સંદિપભાઈએ શાહનવાઝખાનને રહેવા અને જમવા સહિતની સગવડો પુરી પાડી માનવતા મહેકાવી હતી
આ મુસ્લીમ યુવાન શાહનવાઝખાન છેલ્લા એક વર્ષથી સાઈકલ યાત્રા કરી રહયો છે અને ત્રણ વર્ષમા વીસ રાજ્યો અને બાર દેશની સફર કાપી માત્ર માનવી એક સારો માણસ બને તેવા સંદેશ સાથે “ના કીસી પથ્થર કી આશ હૈ ના કીસી ભગવાન કી તલ્લાસ હૈ ઈન્સાન હુ ઔર મુજે ઈન્સાનીયત પર વિશ્ર્વાસ હે” ના સુત્ર સાથે ત્રણ વર્ષની સાઈકલ યાત્રા પર નીકળ્યો હોવાનુ જણાવ્યુ હતુ