
મોરબીનાલંદા વિદ્યાલયમા અભ્યાસ કરતો વિદ્યાર્થી જવાહર નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ વિધાલય તથા પરીવારનુ નામ રોશન કર્યુ
માળિયા મિંયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા મુકેશભાઈ પરમારનો પુત્ર આર્ય પરમાર જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને નાલંદા વિધાલય અને પરિવાર નું નામ રોશન કરતા અભિનંદન શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો આ તકે આર્ય પરમારને સગા સ્નેહીઓ વિધાલયના સ્ટાફ સહિત ઠેર ઠેર થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી હતી આ અગાઉ પણ મુકેશભાઈ પરમારની પુત્રી એ ૨૦૨૧ માં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી ઉત્તીર્ણ થઈ પરિવાર તેમજ વિધાલયનુ નામ રોશન કરી ગૌરવ વધાર્યુ હતુ