
માળીયા મિંયાણાના વવાણીયા ગામે હઝરત પીર હાજી અબ્બાસબાપુનો પ્રથમ ઉર્ષ મુબારકની ધામધુમથી ઉજવણી..જુઓ વીડીયો
ઉર્ષ મુબારકમા વાજતે ગાજતે ચાદરશરીફના ભવ્ય ઝુલુસ બાદ આમ ન્યાજ અને તકરીરનો કાર્યક્રમ યોજાયો હતો
માળીયા મિંયાણા તાલુકાના મુળ ખીરઈ ગામના હઝરત પીરે તરીકત સૈયદ હાજી અબ્બાસમિંયા અકબરમિંયા બાપુ બુખારીનો પ્રથમ ઉર્ષ મુબારકનો ભવ્ય કાર્યક્રમ વવાણીયા ગામે ઉજવણી કરવામા આવી હતી જેમા મસ્જીદ થી દરગાહ સુધી ચાદરશરીફનુ વાજતે ગાજતે જુલુસ કાઢી ચાદર ચઢાવવામા આવી હતી ત્યારબાદ મગરીબ નમાઝ બાદ ભવ્ય આમ ન્યાઝશરીફ રાખી અને ઈશા નમાઝ બાદ તકરીરનો કાર્યક્રમ રાખી પ્રથમ ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી આ ઉર્ષ મુબારકમા વવાણીયા સુન્ની મુસ્લીમ જમાત તેમજ પીરો મુરસીદો તેમજ હઝરત પીર સૈયદ હાજી અબ્બાસબાપુના ચાહકોએ બહોળી સંખ્યામા હાજરી આપી હતી તેવુ ગાદીનશીન સૈયદ પીરેતરીકત મહંમદબાપુ બુખારીએ જણાવ્યુ હતુ