
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા નોંધાયેલ અપહરણ દુષકર્મના ગુન્હામા આરોપી સાહિલ ઈલીયાસ કટીયાનો ગુજરાત હાઈકોર્ટે દ્રારા જામીન પર છુટકારો
મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટમા ફરીયાદી અને ભોગ બનનારે વાંધો લેતા નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા
પ્રાપ્ત વિગત અનુસાર મોરબી વીસીપરામા રહેતો સાહિલ ઈલીયાસભાઈ કટીયા પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને એ પાર્ટ ગુન્હા રજીસ્ટ્રડ નંબર ૧૬૪૧/૨૦૨૩ ભારતીય દંડ સહિતાની કલમ ૩૬૩ ૩૬૬ ૩૬૬(૧) તથા જાતિય ગુનાઓથી બાળકોને રક્ષણ બાબતના અધિનીયમ ૨૦૧૨ ની કલમ-૩ (એ) ૪ મુજબ ફરીયાદ દાખલ કરવામા આવી હતી
ત્યારે આ ગુન્હાના કામે આરોપીના વકીલશ્રી રજાક એ.બુખારી જતીનભાઈ હોથીએ મોરબીની નામદાર પોકસો સ્પેશિયલ કોર્ટમા જામીન અરજી દાખલ કરતા ફરીયાદી અને ભોગ બનનારને નોટીશ કરતા બન્નેએ વાંધા લેતા જણાવ્યુ હતુ કે આરોપી અને તેના સગાસબંધીઓ દ્રારા ધમકીઓ આપવામા આવે છે જેથી નામદાર કોર્ટે જામીન અરજી નામંજુર કરતા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રજાક બુખારી અને સાવન મોધરીયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમા આરોપી સાહિલ ઈલીયાસ કટીયાની જામીન અરજી દાખલ કરી ધારદાર દલીલો કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી સાહિલ કટીયાના જામીન મંજુર કર્યા હતા આરોપી તરફે ધારાશાસ્ત્રીશ્રી રજાક બુખારી સાવન મોધરીયા અને જતીન હોથી રોકાયેલા હતા