
માળીયા મિંયાણાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી હતી
આજ રોજ તારીખ૨૫/૦૪/૨૦૨૪ના રોજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી DMO શ્રી ડો.વિપુલ કારોલીયા સર ની સૂચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ડી.જી.બાવરવા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા વિવિધ ગામો માં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી તેમજ મલેરિયા અટકાયતી પગલાં અને વિવિધ પ્રકાર ની આઇ.ઇ.સી.હાથ ધરવામાં આવી. જેવી કે પોરા નાશક કામગીરી, ગપ્પી માછલી નું પ્રદર્શન,ઇન્ટ્રા ડોમેસ્ટીક,પેરા ડોમેસ્ટિક કામગીરી,સ્કૂલ માં ચિત્ર સ્પર્ધા કરવામાં આવી. ગ્રામ્ય કક્ષાએ હાઉસ ટુ હાઉસ મેલેરિયા અટકાયતી પગલાં હાથ ધરી સર્વેલન્સ કરવામાં આવ્યું. અને ગ્રામ કક્ષા એ જન જાગૃતિ કરી વગેરે કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવ્યું