
માળીયા મિંયાણા પોલીસની લુખ્ખીદાદાગીરી સામે આવી ફરીયાદ કરવા ગયેલ યુવાનને ઢોરમાર મારતા હોસ્પીટલમા સારવારમા ખસેડાયો
ત્રણ પોલીસમેને યુવાનને ઢીકાપાટુ ધોકાવડે માર મારતા ૧૦૮ સેવામા મોરબીની સીવીલ હોસ્પીટલે સારવારમા ખસેડાયો
માળીયા મિંયાણા તાલુકામા પોલીસ ખનીજચોરો ભુમાફીયાઓને ખુલ્લી છુટ આપી હોય તેમ તાલુકાની હદમા ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ રેતીચોરી માટીચોરી કરી રહયા હોવાની અનેક લોક ફરીયાદો ઉઠી છે અને બેનંબરી ગોરખધંધા કરનારાઓના જાણે રાફડા ફુટયા હોય તેવી રીતે અસામાજીકતત્વો બેફામ બન્યાછે ત્યારે ખાખી ખીસ્સા ગરમ કરવામા મગશુલ હોય તેમ પોતાની ફરજ બજાવી રહી છે
ત્યારે માળીયા મિંયાણા પોલીસમા ફરીયાદ નોંધાવવા ગયેલા ફરીયાદી સલીમ સુભાનભાઈ કટીયાની ફરીયાદ લેવાના બદલે “ચોર ઉલટા કોટવાલ કો ડાટે”ની જેમ ત્રણ પોલીસમેનોએ સાથે મળી ફરીયાદી યુવાનને ઢીકાપાટુ ધોકાવડે બેફામ માર મારતા પ્રથમ માળીયા મિંયાણાની રેફરલ હોસ્પીટલમા અને ત્યાથી ૧૦૮ સેવાની મદદથી મોરબીની સીવીલ હોસ્પીટલમા ઈજાગ્રસ્ત યુવાનને સારવારમા ખસેડાયો હતો