
માળીયા મિંયાણાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઇપરટેન્શન દિવસ અંતર્ગત ઉજવણી હાથ ધરવામાં આવી હતી
માળીયા મિંયાણાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઇપર ટેન્શન દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી જેમા મોરબી જિલ્લા પંચાયતના માનનીય ડી.ડી.ઓ. શ્રી પ્રજાપતિ સાહેબ ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતા મેડમ,adho શ્રી ડો.મહેતા સાહેબની સૂચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ડી.જી.બાવરવા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા પ્રા.આ.કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર પર વિશ્વ હાઇપર ટેન્શન અંતર્ગત ઉજવણી કરવામાં આવી ,જેમાં દર્દીઓ નું બ્લડ પ્રેશર નું નિરીક્ષણ કરવામાં આવ્યું..તેમજ હાયપરટેન્શન ની રોકથામ અને વ્યવસ્થાપન માટે આઈ.ઇ.સી.કરવામાં આવી. તેમજ હાઇપર ટેન્શન સામે જાગૃતિ ફેલાવવા કરવામાં આવી હતિ