મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા સ્પાના કેસમાં આરોપી રાહુલભાઈગોરધનભાઈ બારૈયાને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે શરતીજામીન પર મુકત કર્યા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા સ્પાના કેસમાં આરોપી રાહુલભાઈગોરધનભાઈ બારૈયાને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે શરતીજામીન પર મુકત કર્યા


મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશનમાં આ ગુનાની ફરીયાદ એવી કે આ કામના આરોપી નં-૧ વાળાઓએ પોતાના કબજા ભોગવટા વાળા આનંદા ફેમીલી સ્પામાં આરોપી નં. ૨ ને મદદ માટે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનુ ચલાવી રેઈડ દરમ્યાન હાજર મળી આવેલહતા તેમજ આરોપીઓની અંગજળતી દરમ્યાન મુદામાલ સાથે મળી આવતા આ આરોપીઓને મોરબી પોલીસે હાલના કામના આરોપીની અટક કરી મોરબીની એડીશનલ ચીફ જયુડીશીયલ કોર્ટમાં રીમાન્ડ સાથે રજુ કરતા આરોપીને રીમાન્ડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય. જેથી આરોપીએ મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી દેવધરા સાહેબ ની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા જજમેન્ટ ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here