
મોરબી બાર વકિલમંડળ દ્રારા નવનિયુકત જજશ્રીઓને શુભેચ્છા પાઠવવા સત્કાર સમોરોહ યોજાયો
મોરબી ન્યાયમંદિરમા નવા નિમાયેલા એડિશનલ ડિસ્ટ્રિકટ જજશ્રી પંડયા સાહેબ અને સિનિયર સિવિલ જજશ્રી ઈજનેર સાહેબ અને ડી.એલ.એસ.એ.ના પારેખ સાહેબનો સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો
મોરબી બાર એશોસિયનના પ્રમુખશ્રી અને સિનિયર ધારાશાસ્ત્રીશ્રી દિલિપભાઈ અગેચણીયાની આગેવાની હેઠળ મોરબી વકીલમંડળના હોલમા મોરબી ડિસ્ટ્રીકક એન્ડ પ્રિન્સિપાલ જજશ્રી દેવધરા સાહેબની ઉપસ્થિતિમા નવ નિયુકત એડીશનલ ડિસ્ટ્રીકટ જજશ્રી પંડયા સાહેબ તેમછ સિનિયર સીવીલ જજશ્રી ઈજનેર સાહેબ અને ડી.એલ.એસ.એ.ના પારેખ સાહેબનો સન્માન સત્કાર સમારોહ યોજવામા આવ્યો હતો
જેમા મોરબી વકીલ મંડળના પ્રમુખશ્રી દીલીપભાઈ અગેચણીયા ઉપપ્રમુખશ્રી તેજશભાઈ દોશી સેક્રેટરી વિજયભાઈ શેરસીયા જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા કારોબારી સભ્યશ્રી કરમશીભાઈ પરમાર બ્રિજરાજસિંહ જાડેજા તેમજ સાગર પટેલ સહિત મોરબી વકીલમંડળના સિનિયર જુનીયર ધારાશાસ્ત્રીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા અને તમામ વકીલશ્રીઓએ નવ નિયુકત જજશ્રીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા