
મોરબી લાઈન્સનગરમા નિંદ્રાધીન દંપતીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિતની ચોરીના ગુનામાં બે આરોપીની ચોરાઉ માલ સાથે ધરપકડ એકની શોધખોળ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
મોરબીના લાયન્સનગરમાં ગરમીના કારણે દંપતી ઘરમાં ઉપરના માળે સૂતું હતું ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન ઘરના તાળાં તોડીને ઘરમાંથી સોના તેમજ ચાંદીના દાગીના સહિત કુલ મળીને રુ ૧.૬૭૩૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવતા પોલીષ ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીને ચોરીના મુદામાલ સાથે દબોચી લીધા હતા અને એક આરોપી પકડવાનો બાકી છે તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા
પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના લાયન્સનગરમાં રહેતા જયેશભાઈ દલપતભાઈ પરમાર જાતે અનુસુચિત જાતિ એ અજાણ્યા શખ્સો સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી અને તેના પત્ની તેઓના ઘરે નીચેના ભાગે તાળું મારીને ઉપરના માળ ઉપર સુતા હતા ત્યારે રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લોખંડની તિજોરીના લોક તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલ પાકીટ આમ કુલ મળીને ૧.૬૭.૩૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુન્હાની એલ.સી.બી. પીએસઆઇ એસ.આઇ.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં સીસીટીવીના મળેલા ફૂટેજ અને બાતમીદારોમાંથી મળેલ માહિતી આધારે આ ચોરી અલ્યાસ સુમરા તેમજ હૈદર ભટ્ટી નામના બે ઇસમો દ્વારા કરવામાં આવેલ છે તેવી માહિતી સામે આવતા આરોપીઓ વીસી ફાટક પાસે હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે ત્યાં જઈને બાઈક નં. જીજે ૩૬ એડી ૭૮૧૧ લઈને જઈ રહેલા અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા રહે. ગુલાબનગર ચાર ગોડાઉન પાસે વીસીપરા મોરબી અને હૈદર કરીમ ભટ્ટી રહે. રણછોડનગર વીસીપરા પાસે મોરબી વાળાઓને અટકાવીને તે બંને તલાસી લીધી હતી.
ત્યારે તેઓ પાસે એક થેલી હતી જેમાં સોના-ચાંદીના ધાતુના અમુક દાગીના મળી આવ્યા હતા. જે સોનીને બતાવીને તેની ખરાઈ કરવામાં આવી હતી અને બાદમાં બંનેને કચેરીએ લઈ જઇને બંનેની ઉલટ તપાસ કરવામાં આવતા બંનેએ કબૂલ્યું હતું કે તેઓએ તેમના મિત્ર રાહુલ પેથાભાઇ સરવૈયા રહે. ફિરદોસ સોસાયટી સુરેન્દ્રનગર વાળાની સાથે મળીને ગત તા.૨૦/૦૬/૨૪ ના રાત્રીના સમય દરમિયાન મોરબીના લાયન્સનગર વિસ્તારમાં મકાનના નકુચા તોડીને મકાનની અંદર કબાટમાં રહેલ દાગીનાઓની ચોરી કરી હતી. જેથી પોલીસે ૧.૬૬.૫૦૦ ની કિંમતના દાગીના તેમજ ૩૦.૦૦૦ નું બાઇક આમ કુલ મળીને ૧.૯૬.૫૦૦ ના મુદામાલ સાથે અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા તથા હૈદર કરીમભાઇ ભટ્ટીની અટકાયત કરી આઈપીસી કલમ ૪૨ (૧) ડી હેઠળ કાર્યવાહી કરી હતી અને તેની સાથે ચોરીમાં સંડોવાયેલા તેના મિત્ર રાહુલ પેથાભાઇ સરવૈયા રહે. સુરેન્દ્રનગર વાળાને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરી હતી