
મોરબી બાર એશોસિએશનના પ્રેસિડેન્ટ દિલિપભાઈ અગેચણીયાના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા
મોરબી જિલ્લા બાર એસોસિએશન ને જેઓ એ પૂર્ણ વિકાસશીલ બનાવ્યું છે,જુનિયર અને સિનિયર વકિલશ્રી ઓ ના કોઈ પણ કામ માટે ૧૦૮ ની જેમ સદાય તત્પર રહ્યા છે,બાર અને બેન્ચમાં સુમેળ રહે તેવા પ્રયત્ન હંમેશા કર્યા છે,સુવિધા સગવડ અને એકતાની દૃષ્ટિ એ આપણું બાર મોડેલ બાર બને તે માટે સતત પ્રયત્નશીલગમે તેવી પરિસ્થિતીમાં સદાય આનંદમાં જ રહેવાનો સ્વભાવ ધરાવનાર સુખ દુઃખના પ્રસંગોમાં વ્યક્તિગત રીતે અડીખમ રહીને સાથ આપનાર એકંદરે મોરબી જિલ્લા બાર ના વિકાસ માં જેમનો સિંહ ફાળો છે તેવા સિનિયર ધારાશાસ્ત્રીશ્રી દિલીપભાઈ આર. અગેચાણિયાનો આજે જન્મદિવસ હોવાથી મિત્રસર્કલ જુનીયર સિનિયર ધારાશાસ્ત્રીઓ સગા સ્નેહીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓએ રુબરુ મળીને તેમજ તેમના મોબાઈલ નંબર-૯૮૨૫૩૭૬૪૫૬ ઉપર અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ ખુશીના પ્રસંગે અગેચણીયા સહ પરીવારે માતાજીના દર્શન કરી એકસાથે મનભાવતા ભોજન કરી જન્મદિવસની ખુશી મનાવી હતી