
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની કિમતી બોટલો નંગ-૯૩૮ તથા બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ.૭,૯૧,૪૪૬/-નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, ભાનુભાઇ ચંદુભાઇ ડાંગર રહે.મયુરનગર તા.હળવદ જી.મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના મયુરનગર ગામની પાદર વાળી સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂ / બીયરનો જથ્થો રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ ગુન્હામા આરોપીઓની ધરપકડ કરવાની બાકી હોય જે આરોપી ભાનુભાઇ ઉર્ફે કાળુભાઇ ચંદુભાઇ ડાંગર રહે.મયુરનગર (વાટાવદર) તા.હળવદ જી.મોરબી મળેલ ઈંગલીશ દારુની બોટલોમા મેકડોવેલ્સ નં-૧ બ્લેન્ડેડ એન્ડ સ્મુથ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની નંગ-૬૪૫ કિ.રૂ.૩,૬૨,૪૯૦/- જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની નંગ-૧૯૭ કિ.રૂ.૨,૯૭,૦૭૬,/- બ્લેન્ડર્સ પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૧,૦૬,૨૭૨/ ટુબર્ગ સ્ટ્રોંગ પ્રીમયમ બીયરના ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૨૬૪ કિ.રૂ.૨૫,૬૦૮/- ગણી મોટી બોટલો નંગ-૭૩૪ બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ.૭,૯૧,૪૪૬/- નો મુદામાલ કબજે કર્યો હતો
આ કામગીરીમા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા પોલીસ.સબ.ઇન્સપેકટર બી.ડી.ભટ્ટ એસ.આઇ. પટેલ વી.એન.પરમાર તથા એલ.સી.બી. / પેરોલફર્લો સ્કવોડ મોરબીના પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતાં.