
મોરબીમા મહિન્દ્રાના સિધિ વિનાયક શો રુમમા થાર ગાડી લેવા આઠ લાખ જમા કરાવેલ નાણા મેનેઝર ચાઉ કરી ગયો ન્યાય ન મળતા અરજદારની પત્નીએ દવા ગટગટાવી છતા તંત્રમૌન?

અનેક વખત મહિન્દ્રાના સિધિ વિનાયક શો રુમમા ધકકા ખાવા છતા થાય તે કરી લેવાના શબ્દો શાંભળ્યા બાદ પોલીસ સ્ટેશને ધકકા ખાધા છતા પોલીસતંત્ર મોન સેવી રહયુ છે

મોરબી વીસીપરામા રહેતા સાજીદભાઈ સાઉદિનભાઈ જેડાએ મહિન્દ્રાના સિધિ વિનાયક શો રુમમાથી થાર ગાડી છોડાવવા માટે શો રુમના મેનેજર જયદેવ દવેને આઠ લાખ રુપિયા જમા કરાવ્યા બાદ વારંવાર મેનેજર બહાના બનાવવા લાગતા આખરે અરજદાર સાજીદભાઈ જેડાએ જમા કરાવેલ નાણા મેનેજર જયદેવ દવેએ વાપરી નાખ્યા હોવાનુ સામે આવતા અરજદારે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અરજી લખીને આપી દો તપાસ કરીશુ તેવુ જણાવી મૌન સેવી લીધુ ત્યાર બાદ વારંવાર શો રુમે ધકકા ખાવા લાગ્યા ત્યારે ત્યાના મોટી વગ ધરાવતા વરુણભાઈએ થાય તે કરી લેજો તેવા શબ્દો કાઢી હાંકી કાઢયા હતા
ત્યારે ન્યાય મેળવવા શો રુમના જવાબદાર માલીક અને મેનેજર જયદેવ દવે વિરુધ્ધ ટંકારા પોલીસ મથકે અરજદાર સાજીદભાઈ સાવદીનભાઈ જેડાનો પરીવાર પહોચ્યો રજુઆત કરવા છતા પોલીસતંત્રે ધ્યાન ન આપતા અરજદારના પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ અને તેને સારવાર માટે મોરબીની સીવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા સારવાર ચાલુ છે છતા હજી સુધી પોલીસે મહિન્દ્રાના સિધિ વિનાયક શો રુમના જવાબદાર તેમજ છેતરપીંડી કરનાર મેનેજર વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધી નહી હોવાના અરજદારના પરીવારજનોએ આક્ષેપો કર્યા હતા























