માળીયા મિંયાણા નજીક આવેલ સંગાથવૃધ્ધાશ્રમ ખાતે ચૈત્ર માસ નવરાત્રી પર્વ નિમિતે વૃધ્ધાઓએ રાસ ગરબા ધુન ભજનની રમઝટ બોલાવી મનોરંજન સાથે ઉજવણી કરાઈ
માળીયા મિંયાણાના રાસંગપરના પાટીયા પાસે આવેલ સંગાથ વૃધ્ધાશ્રમમા વૃધ્ધો અને વડીલોને સેવા પુરી પાડતા સંગાથ વૃધ્ધાશ્રમ ખાતે મોરબીથી ગાયત્રીબેન તથા તેમની ટીમ દ્રારા સંગિત પાર્ટી સાથે આવીને ચૈત્ર માસ નવરાત્રી પર્વની ઉજવણી સ્વરુપે ભવ્ય મનોરંજન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા વડીલો અને વૃધ્ધો સાથે સેવાભાવી ટીમે પણ રાસ ગરબા ભજન ધુનોની રમઝટ બોલાવી વૃધ્ધાશ્રમમા રહેતા વડીલોના દિલ જીત્યા હતા તેમજ વડીલોની ફરમાઈશ મુજબ જુના ગીતો પણ રજુ કરવામા આવ્યા હતા આ મનોરંજન કાર્યક્રમમા સંગાથ વૃધ્ધાશ્રમમા રહેતા તમામ વડીલોએ ખુબજ રસપુર્વક ભાગ લીધો હતો તેમજ સંગાથ વૃધ્ધાશ્રમના પ્રમુખ તેમજ સ્ટાફ દ્રારા ગાયત્રીબેન તથા તેમની ટીમનો આભાર માન્યો હતો