
માળીયા મિંયાણાના ખીરઈ ગામે ચકચારી પોલીસ પર હુમલો ફરજ રુકાવટ રાયોટીંગ સહિતના ગુન્હાના વધુ બે આરોપીઓના ગુજરાત હાઈકોર્ટ દ્રારા જામીન મંજુર કર્યા
માળીયા મિંયાણા પોલીસ મથકે બી.એન.એસ.ની કલમ ૧૦૯ (૧) ૧૨૧ (૧) ૧૨૧ (૨) ૧૨૫ ૧૧૦ ૧૩૨ ૩૫૨ ૧૮૯ (૩) ૧૮૯ (૪) ૧૯૦ ૧૯૧ (૨) ૧૯૧ (૩) ૩ (૫) ૩૨૪ (૨) તથા જી.પી.એકટની કલમ મુજબ મહિલાઓ સહિત દશ આરોપીઓ વિરુધ્ધ ગુન્હો નોંધાયો હતો
માળીયા મિંયાણાના ખીરઈ ગામે ચકચારી કેશના બનાવમા ખીરઈ રહેતા ઈકબાલ ઉર્ફે ઈકકો હાજીભાઈ મોવરના રહેણાંકના મકાને પોલીસ પ્રોહિબિશન અંગે રેઈડ કરવા જતા આરોપીઓએ ફરજમા રુકાવટ કરી ગેરકાયદેસર મંડળી રચી બિભત્સ ગાળો બોલી છરી લાકડાના ધોકા પાઈપ જેવા જીવલેણ હથીયારથી પોલીસ પર હુમલો કરી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થરોના ધા મારી ગાડીને નુકશાન કરી પોલીસને ઈજા પહોચાડતા પોલીસે મહિલા સહિતના દશ આરોપીઓ વિરુધ્ધ ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૦૯ (૧) ૧૨૧ (૧) ૧૨૧ (૨) ૧૨૫ ૧૧૦ ૧૩૨ ૩૫૨ ૧૮૯ (૩) ૧૮૯ (૪) ૧૯૦ ૧૯૧ (૨) ૧૯૧ (૩) ૩ (૫) ૩૨૪ (૨) તથા જી.પી.એકટની કલમ મુજબ માળીયા મિંયાણા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો
આ ગુન્હાના કામે આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી રજાક બુખારીને જામીનના કામે રોકતા ધારાશાસ્ત્રીશ્રી આર.એ.બુખારીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમા આરોપીઓ હાજીભાઈ સલેમાનભાઈ મોવર અને યુસુફ અલારખાભાઈ સંધવાણી જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમા દાખલ કરી ધારદાર દલીલો અને નામદાર સુપ્રિમકોર્ટના જજમેન્ટો રજુ કરતા નામદાર હાઈકોર્ટે બને આરોપીઓના દશ- દશ હજારના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો આ ચકચારી કેશમા અગાઉ સાત મહિલા આરોપીઓને પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુકત કર્યા હતા આ કેશમા આરોપીના વકીલ તરીકે રજાક એ.બુખારી અને જતીન હોથી રોકાયેલા હતા