
મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ જજશ્રી ફેમિલિ કોર્ટે ભરણપોષણની ચડત રકમ ન ભરવા બદલ ૧૫૧ દીવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો
કેશમા સામાવાળાએ ૧.૧૧૦૦૦ ની ચડત રકમ નહી ભરતા ૧૫૧ દિવસની સાદી કેદની સજા ફટકારી જો સામાવાળા રકમ ભરી દે તો જેલમુકત કરવાનો હુકમ કર્યો હતો
આ કામે અરજદાર તૃપતીબેન વાઈફ ઓફ દિપકભાઈ સેરશીયાએ સામાવાળા દિપકભાઈ મકનભાઈ શેરસીયા, ધંધો-વેપારખેતી, રહે સદગુરૂનગર-૨, ક્રિષ્ના સ્કુલની સામે, રવાપર-ઘુનડા રોડ, મોરબી સામે સી.આર.પી.સી.ની કલમ ૧૨૫(૩) બી.એન.એસ.એસ.ની કલમ ૧૪૪(૩) હેઠળ ચડત ભરણ-પોષણની રકમ મેળવવા માટે મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ જજ સાહેબ ફેમીલી કોર્ટમા અરજી કરતા નામદાર કોર્ટે આ કામના સામાવાળાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ: ૧૪૪(૩), ૪૬૧, ૪૯૧ સાથે વાંચતા ફેમિલી કોર્ટ એક્ટની કલમ ૧૦(૩) મુજબ અરજદારની ભરણપોષણની રકમ રૂ.૧,૧૧,૦૦૦/-(અંકે રૂપિયા એકલાખ અગીયાર હજાર પુરા) નહીં ભરવાના કસૂર સબબ દરેક માસની ચડત ભરણપોષણની રકમ ન ભરવા માટે ૧૫ દિવસ પ્રમાણે ગણતા કુલ ૧૦.૦૯ મહીના પ્રમાણે કુલ ૧૫૧ દિવસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો હતો આ કામે સામાવાળા દ્વારા અરજદારની બાકી રહેતી રકમ જો ભરી દેવામાં આવે તો સામાવાળા જો અન્ય કામમાં જેલમાં ન હોય તો તેઓને જેલમુક્ત કરવા તેવો હુકમ કરવામાં આવ્યો હતો આ કામે અરજદારના વકીલશ્રી ચેતન કે નાનવાણી રોકાયેલા હતા