માળીયા મિંયાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ જુલાઈ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી સઘન સર્વેલન્સ અને જનજાગૃતિ હાથ ધરવામાં આવી હતી

માળીયા મિંયાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ જુલાઈ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી સઘન સર્વેલન્સ અને જનજાગૃતિ હાથ ધરવામાં આવી હતી

માળિયા મિંયાણાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બધા જ ગામોમાં ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન- અને વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ હતી

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરીયા અધિકારી અને જિલ્લા એપિડેમિક અધિકારી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા હેઠળના ગામોમાં જુલાઈ માસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. અને ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દુર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. અને ઘરોમાં એન્ટી લાર્વલ કામગીરી , વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સર્વેલન્સ કામગીરી કરવામા આવી હતી તેમજ વાહક નિયંત્રણની કામગીરીમાં સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા અને આરોગ્ય શિક્ષણ પોરા નિદર્શન કરવામાં આવી હતી. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ દરમ્યાન ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ છે. ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ ટુ દરમ્યાન મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસ કરી પોરાનાશક કામગીરી, નકામા પાણીના પાત્રો ખાલી કરાવ્યા હતા. તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા, ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળોમા પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીના પાત્રમાં ટેમીફોસ પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને કાયમી તળાવમા ગપીફિશ મુકવામાં આવ્યા હતા વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here