
મોરબીના વાંકાનેર મા બાળ રોજેદાર શાહમદાર મહમદઅલી ચાર (૪)વર્ષ ની ઉંમરે પ્રથમ રોજનું રાખી ખુદા ની બંદગી કરી
(મહમદશા શાહમદાર દ્વારા મોરબી)
મોરબી: પવિત્ર રમજાન માસ ની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલા ઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાન મા વહેલી સવારે સર્ગી કરી ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તર્યા ને ત્યાગી નમાઝ ઇબાદત કરી ,પાક રમજાન માસમા ખુદા ને રાજી કરવાના પ્રયાસો કરી સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે વાંકાનેર કુંભારપરા મા રહેતા શાહમદાર રફીકશા રસુલશા ના નેક ફરજંન મહંમદ અલી ચાર (૪) વર્ષ ની ઉંમરે એ પેહલુ રોજુ રાખી પ્રથમ રોજુ રાખી ખુદાની ઈબાદત કરી છે જેથી પીતાએ શાહમદાર રફીકશા રસુલશા નાના બાળ રોજદાર ને દુવા ઓ સાથે અભીનંદન પાઠવી દીકરાને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત ભાગરૂપે મમ્મી.દાદા.દાદી.નાની.મામા.મામી.માસી. તથા સમગ્ર શાહમદાર સમાજે શુભેચ્છા અભીનંદન પાઠવ્યા