મોરબી વીસીપરાના તાજમહમદ ભટ્ટીની ઘાતકી હત્યા લાશને દાટી માથે આરસીસી ધાબુ કરી નાખ્યું હત્યારા બેખોફ શહેરીજનોમાં ખૌફ

મોરબી વીસીપરાના તાજમહમદ ભટ્ટીની ઘાતકી હત્યા લાશને દાટી માથે આરસીસી ધાબુ કરી નાખ્યું હત્યારા બેખોફ શહેરીજનોમાં ખૌફ

મોરબી શહેરમાં સોની યુવાનની હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં ફરી એક ઘાતકી હત્યાથી ચકચાર મચી ગઈ

મોરબી વીસીપરા વાવડી રોડ પર રહેતા તાજમહમદ ભટ્ટી તા.૧૯ના રોજ મોરબી સેવાસદનથી ગુમ થયેલ જેની સ્વિફ્ટ કાર પણ ત્યાંથી રેઢી મળી આવેલ ત્યારબાદ પરીવારજનોએ શોધખોળ કરવા પોલીસમાં અરજી આપી હતી ત્યારે પાંચેક દિવસ બાદ તાજમહમદ ભટ્ટીની પીપળી પાસે કારખાનામાં દાટી દીધેલી હાલતમાં હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે મોરબી જેતપર રોડ પર પીપળી પાસે આવેલા કારખાનામાં હત્યા કરીને લાશને દાટી ઉપર આરસીસી ધાબુ કરીને હત્યાના સગડ ન મળે તેવો પ્લાન રચ્યો હતો પરંતુ પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો પર્દાફાશ કરીને આરોપી‌ હાથવેંતમાં હોવાની ચર્ચા થઈ રહી છે અઠવાડિયામાં બીજી ઘાતકી હત્યાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે મોરબી શહેરમાં સોની યુવાનની હત્યાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ફરી એક ક્રુર હત્યાથી મોરબીમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે હત્યારાઓએ મૃતક આધેડની હત્યા કરી લાશને સળગાવી દાટી દીધી હતી કરપીણ હત્યાથી ફરી મોરબી શહેર હચમચી ગયું છે મોરબી હત્યા મર્ડર જેવા ગંભીર બનાવોનુ હબ બની ગયું હોય તેમ મચ્છર મારે તેમ માણસને મારી નાખવાની માનસિકતા ધરાવતા હત્યારાથી શહેરમાં હાહાકાર મચી ગયો છે બેખોફ બનેલા હત્યારાથી શહેરીજનોમાં ખૌફ પોલીસની ધાક ઓસરતા હત્યારા બેખોફ બની ગંભીર ઘટનાઓને અંજામ આપતા અચકાતા નથી જેના કારણે મોરબી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બેકાબુ બની કથળી હોય તેમ કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે હાલ તો પોવીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે મોરબી શહેરમાં તાજેતરમાં સોની યુવાનની તિક્ષણ હથિયારથી ઘાતકી હત્યાના હજુ પડઘા શાંત નથી પડ્યા ત્યાં ફરી એક ક્રુર હત્યાથી શહેરમાં સનસનાટી મચી જવા પામી છે મૃતક આધેડ જમીનના લે વેચના ધંધા સાથે સંકળાયેલા હોય પરીવારજનોએ પાંચેક દિવસ પહેલા જ પોલીસમાં અરજી આપી સમગ્ર મામલે આપવીતી જણાવી હતી ત્યારે પાંચેક દિવસ બાદ તાજમહમદ ભટ્ટીની સળગાવી દાટી દીધેલી હાલતમાં લાશ મળતા પરીવારજનોમાં કરૂણાંતિકા સર્જાય છે શહેરમાં ક્યારે શાંતિપૂર્ણ વાતાવરણનો અહેસાસ કરશે શહેરીજનો તેવી ધગધગતી ચર્ચા પણ થઈ રહી છે ત્યારે કોઈ ઈમાનદાર કડક છાપ ધરાવતા બાહોશ પોલીસ અધિકારીની મોરબીમાં તાતી જરૂરિયાત હોય તેવો અત્યારની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે મોરબીની જનતાને હવે ક્યારે શાંતિનો અનુભવ થશે કે પછી હત્યા પે હત્યા જેવા ગંભીર બનાવોથી થરથર કાંપતા રહીને જીવશે તેવા ધગધગતા સવાલો ઉઠી રહ્યા છે હાલ તો સનસનાટી મચી જાય તેવા બનાવથી મોરબી શહેરમાં મિંયાણા સમાજના ટોળા ઉમટ્યા છે તાજમહંમદભાઈ ભટ્ટી જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલ હોવાથી છેલ્લા છએક માસથી કોઈના ડરથી જીંદગી જીવી રહ્યા હોય તેમ ઘરે ને ઘરે જ બીકમાં રહેતા હતા ત્યારબાદ તા ૧૯/૦૨/૨૦૨૬ના રોજ જમીનના કામે ઘરેથી સ્વીફટ કાર નીકળ્યા બાદ સાંજ સુધી ધરે પરત નહી ફરતા તેના પરીવારજનોએ શોધખોળ કરતા જુના સેવાસદને કાર રેઢી મળતા પુછપરછ દરમ્યાન બાલાભાઈ પટેલ નામના યુવાન સાથે ફોર્ચયુનર જેવી કારમા જમીન જોવા ગયા હોવાનુ જાણવા મળતા બાલાભાઈ પટેલનો સંપર્ક કરતા તેણે યુવાનને નટરાજ ફાટક પર ઉતારી દીધા હોવાનુ જણાવતા પરીવારજનોએ પહેલા ગુમસુદાની અરજી કર્યા બાદ અપહરણ થયાની શંકાની બી.ડીવીજન પોલીસમા જાણ કર્યાબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here